<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 21st June 2025

મોરબીની લીલાપર ચોકડી પાસે યુવાનની હત્યા કરનાર સાતેય આરોપી ઝડપાયા.

( પ્રવીણ વ્યાસ દ્વારા ) મોરબીમાં લીલાપર ચોકડી પાસે થયેલ યુવાનની હત્યાના બનાવમાં મોરબી તાલુકા પોલીસે સાત શખ્સોને પકડી લઈ તેમની સામે આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.


મોરબીના લીલાપર ચોકડી પાસે આવેલ દુકાનમાં ગીરીશ નારણભાઈ કણઝારીયા ઉ.વ.૨૭ની ગત તા.૧૮ના રોજ હત્યા થઈ હતી. અગાઉ આરોપી મહેશ ઉર્ફે પાંચો ડાયાભાઈની ભત્રીજીને તેના પાડોશમાં રહેતા પ્રકાશ વિનુ સાથે પ્રેમ સંબંધ હોય અને મૃતક તેને મદદ કરતો હોવાની શંકાએ આ હત્યા કરવામાં આવી હતી. તેઓએ મૃતક વિરૂદ્ધ ર0૧૭મા પોલીસ ફરીયાદ પણ કરી હતી. તેમજ હત્યાના બનાવના બે દિવસ પહેલા પણ આરોપી દિલીપ મહેશ સાથે મૃતકને ગાળો બોલવા બાબતે મારામારી થયેલ હતી.

આ હત્યાના બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે ગુનો નોંધી આરોપી દિલીપભાઈ મહેશભાઈ કણઝારીયા, અરવિંદભાઇ ઉર્ફે મુન્નાભાઈ ડાયાભાઈ પરમાર, કિશનભાઈ પ્રભુભાઈ પરમાર, પ્રભુભાઈ ડાયાભાઈ પરમાર, મહેશભાઈ ઉર્ફે પાંચાભાઈ ડાયાભાઈ પરમાર, દિનેશભાઇ ઉર્ફે જગદિશભાઈ ડાયાભાઈ પરમાર, અમીતભાઈ મહેશભાઈ ઉર્ફે પાંચાભાઈ પરમારને પકડી લઈ આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. આ કામગીરીમાં પીઆઈ એસ. કે. ચારેલ તથા પીએસઆઈ એસ.એચ ભટ્ટ તથા મોરબી તાલુકા સર્વેલન્સ ટીમ રોકાયેલ હતી.

(2:25 PM IST)