<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 21st June 2025

ખંભાળીયાની નદીઓમાં જતા ગંદા પાણીના કાયમી નિકાલની યોજના કાર્યાન્‍વીત કરવા શરૂ થયેલું ડિમોલેશન પૂર્ણ થવામાં

 

ખંભાળીયા તા. ર૧: રાજય મંત્રીશ્રી મુળુભાઇ બેરા તથા સાંસદ પૂનમબેન માડમના પ્રયાસોથી અહીંની જાણીતી નદીઓ ઘી નદી તથા તેલી નદીમાં ગંદા પાણી જતાં હોય તેના કાયમી નિકાલ માટે કરોડો રૂપિયાના પ્રોજેકટ મંજુર કરાયા હોય જેનું કામ શરૂ કરતા પહેલા નદી ઘી તથા તેલીને માપીને ત્‍યાં નડતરરૂપ દબાણો દૂર કરવા કાર્યવાહી પચીસેક દિવસથી શરૂ થઇ હતી જે પૂર્ણતાને આરે છે.

પાલિકા ઇજનેરશ્રી એન. આર. નંદાણીયાએ જણાવેલ કે મહાપ્રભુજીની બેઠક પાસેથી શરૂ થયેલું ડિમોલેશન તેલી નદીમાં વિજય સિનેમા રોડથી આગળ સુધી પહોંચી ગયું છે. જે થોડા સમયમાં સુખનાથ પાસે પહોંચશે અને તેની આગળ પૂર્ણ થઇ જશે.

ઘી તથા તેલી નદીના હાલના નદી સુધીના ભાગને માપીને લાઇનદોરી કરાયો હોય જે જમીનો નદીમાં છે તેના પર તમામ બાંધકામ તોડી પાડવા કાર્યવાહી થઇ છે જેમાં દીવાલો, વંડા, દુકાનો, મકાનો સહિત અનેક દબાણો દૂર થયા હતા.

નદીમાં દબાણો હોય દૂર કરીને તોડી પડાયા પછી તેનો કચરો કાટમાળ નદીમાંથી કાઢવાની કામગીરી પણ શરૂ થઇ છે જે પૂર્ણ થયે કરોડોનો પ્રોજેકટ શરૂ કરવામાં આવશે જેથી હાલ ‘‘ગાંડીવેલ''નો પ્રશ્‍ન થાય છે તેમાં પણ લોકોને રાહત થશે અને ગંધાતી ગટરવાળી નદીને બદલે ચોખ્‍ખી નદી વોકળે સાથેથી મળશે

(1:55 PM IST)