<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 21st June 2025

વિસાવદરનાં માલીડા - નવા વાઘણીયામાં પ્રારંભે ૪૬.૯૧ ટકા મતદાન

 

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ, તા. ૨૧: વિસાવદર પેટા ચૂંટણીમાં બે બુથ પર સવારથી પુનઃ મતદાન યોજાયું હતું. ગઇ ૧૯ તારીખના રોજ વિસાવદર વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી માટે મતદાન થયું હતું. પરંતુ આમ આદમી પાર્ટીએ માલીડા અને નવા વાઘણીયામાં બુથ કેપ્‍ચરિંગની ફરિયાદ કરી હતી. આખરે ચૂંટણી પંચે આ બંને ગામના મતદાન કેન્‍દ્ર પર ફેર મતદાન યોજવાનો નિર્ણય કર્યો હતો જે મુજબ આજે સવારથી માલીડા અને નવા વાઘણીયામાં ફેર મતદાનનો પ્રારંભ થયો હતો. સવારના બે કલાકમાં ૪૬.૯૧ ટકા મતદાન થયું હતું. કુલ ૯૨૧ મતદારોમાંથી ૪૩ર મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.

(1:55 PM IST)