<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 21st June 2025

બ્રહ્મલીન પૂ.દયાનંદગીરીજી મહારાજની માસિક પુણ્યતિથી નિમિતેે કાલે ચરાડવામાં ભજન-સંતવાણી

શ્રી મહાકાળી આશ્રમે લાભ લેવા પૂ.અમરગીરીજી મહારાજનું ભાવિકોને આમંત્રણ

રાજકોટ, તા., ૨૧ : મોરબી જીલ્લાના હળવદ તાલુકાનાં ચરાડવામાં આવેલ શ્રી મહાકાળી આશ્રમના બ્રહ્મલીન મહંત પૂ. દયાનંદગીરીજી મહારાજની માસિક પુણ્યતિથી નિમિતે કાલે તા. રરને રવિવારે ભજન-સંતવાણીનું આયોજન શ્રી મહાકાળી આશ્રમ ચરાડવા ખાતે કરાયું છે.

શ્રી મહાકાળી આશ્રમ ચરાડવા ખાતે પૂ. દયાનંદગીરીજી  મહારાજના કૃપાપાત્ર શિષ્ય પૂ.અમરગીરીજી મહારાજના સાનિધ્યમાં ભજન-સંતવાણી યોજાશે.

જેમાં ભજનીક હર્ષ મારૂ, ગૌરવ રાઠોડ અને ઉસ્તાદ પ્રવિણ મારૂ સહિતના રમઝટ બોલાવશે.

ભાવિકોને ભજન-સંતવાણીમાં ઉપસ્થિત રહેવા પૂ. અમરગીરીજી મહારાજ તથા સેવક સમુદાય દ્વારા આમંત્રણ પાઠવાયું છે.

(12:14 PM IST)