તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 21st June 2025
'યોગ ભગાડે રોગ..': સોૈરાષ્ટ્ર-કચ્છમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી
સર્વત્ર સામુહિક યોગ નિદર્શન કાર્યક્રમો સવારે યોજાયાઃ મોટી સંખ્યામાં લોકો જોડાયા

રાજકોટ, તા.૨૧: આજે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની રાજકોટ સહિત સોૈરાષ્ટ્ર-કચ્છમાં ઉજવણી કરવામાં આવી છે આજે દરેક જગ્યાએ સામુહિક યોગ નિદર્શનનું આયોજન કરવામાં આવ્યુ હતું.
જેમા સોૈ કોઇ મોટી સંખ્યામાં જોડાયા હતા અને વિવિધ યોગ-આસાન કરીને વિશ્વ યોગ દિવસની ઉજવણી સાથે ''યોગ ભગાડે રોગ'' નું સુત્ર સાર્થક કરવા અપીલ કરી હતી.
વેરાવળ
(દિપક ક્કકડ દ્વારા) વેરાવળઃ સમગ્ર વિશ્વમાં ૨૧મી જૂનના દિવસને યોગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. યોગને રોજિંદી જીવન શૈલીનો ભાગ બનાવીને નિયમિત યોગ દ્વારા નિરોગી જીવન જીવી શકાય છે. આથી વિશ્વ યોગ દિવસની ઉજવણી થકી લોકોને યોગ પ્રત્યે જાગૃત કરવામાં આવે છે.
ગીર સોમનાથમાં પણ વિવિધ સ્થળો પર તજજ્ઞો દ્વારા યોગાભ્યાસ કરાવવામાં આવી રહ્યો છે. જે અંતર્ગત યોગ બોર્ડના નિયમિત યોગ કલાસમાં જોડાતા બહેનો દ્વારા વેરાવળ ચોપાટી પર યોગ દ્વારા જાગૃતતા માટે બહેનો દ્વારા યોગ અભ્યાસ કરવામાં આવ્યો હતો.
બહેનો દ્વારા તાડાસન, નૌકાસન, વજ્રાસન, વૃક્ષાસન જેવા આસનોના માધ્યમ થકી યોગ કરવામાં આવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, ગુજરાત રાજ્ય યોગ બોર્ડના સર્ટીફાઈડ યોગ કોચશ્રીઓ/યોગ ટ્રેનરશ્રીઓ દ્વારા જિલ્લાના વિવિધ સ્થળોએ ૨૧ જૂન સુધી વિનામૂલ્યે કોમન યોગ પ્રોટોકોલ તાલીમ આપવામાં આવી રહી છે.
(12:02 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
