<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 21st June 2025

મેટોડા જીઆઇડીસી પોલીસે ચોરાઉ બાઇક સાથે બે શખ્સોને ઝડપી લીધા

તસ્વીરમાં પકડાયેલ બન્ને શખ્સો ચોરાઉ બાઇક સાથે નજરે પડે છે.

રાજકોટ તા. ર૧ :.. મેટોડા જીઆઇડીસી પોલીસે ચોરાઉ બાઇક સાથે બે શખ્સોને પકડી પાડી બાઇક ચોરીનો ભેદ ઉકેલ્યો હતો.

રાજકોટ ગ્રામ્ય જિલ્લા પોલીસ વડા હિમકરસિંહ તથા ગોંડલ ડીવીઝનના ડીવાયએસપી કે. જી. ઝાલા દ્વારા મિલ્કત સબંધી અનડીટેકટ ગુન્હાઓ શોધી કાઢવા સુચના આપેલ હોય.

મેટોડા જીઆઇડીસી પો. સ્ટે.ના પો. ઇ. એસ. એચ. શર્માની રાહબરી હેઠળ સર્વેલન્સ ના સ્ટાફ પો. સ્ટે. વિસ્તારમાં હતા તે દરમ્યાન પો. હેડ કો. હરેશભાઇ સોરાણીને બાતમી રાહે હકિકત મળેલ કે, ચોરી કરેલ સ્પ્લેન્ડર મો. સા. રજી નં. જેજે-૦પ-એકે ૯પ૦૧ સાથે બે ઇસમો નિકળનાર છે. જેથી વો ગોઠવી (૧) રાજુ ઉર્ફે બાવ અશોકભાઇ વાઘેલા ધંધો મજૂરી રહે. કિશન ઓટોપાર્ટસની ઓરડી નં. ૮, મેટોડા જી. આઇ. ડી. તા. લોધીકા તથા (ર) મયુર ઉર્ફે અર્જુન જેરામભાઇ વાઘેલા, જાતે દેવીપૂજક ઉ.૧૯ ધંધો મજૂરી રહે. મોટામૌવા સ્મશાન પાસે પુલના ખુણે રાજકોટને ચોરાઉ બાઇક સાથે પકડી પાડી પુછતાછ કરતા આ બાઇક મેટોડા જીઆઇડીસી ગેઇટ નં. ૧ પાસે બુધવારી તરફ જવાના રસ્તેથી ચોરી કર્યાની કબુલાત આપતા છે. બન્નેની ધરપકડ કરાઇ હતી.

આ કાર્યવાહી મેટોડા જીઆઇડીસી પો. સ્ટે.ના પો. હેડ કો. યોગીરાજસિંહ અજયસિંહ, જસમતભાઇ આંબાભાઇ, હરેશભાઇ કરશનભાઇ, પો. કો. શકિતસિંહ પ્રહલાદસિંહ, રવુભાઇ ટપુભાઇ, લકકીરાજસિંહ બાબુભા, તથા નિતીનકુમાર ધીરજભાઇ સહિતનો સ્ટાફ જોડાયો હતો.

(1:16 PM IST)