News of Saturday, 21st June 2025
શાપર-વેરાવળ પોલીસે ૧.૭૬ લાખના મોબાઇલ શોધી મુળ માલીકને પરત આપ્યા

રાજકોટ, તા. ર ૧: શાપર-વેરાવળ પોલીસે ગૂમ થયેલ ૧.૭૬ લાખના ૧૦ મોબાઇલ ફોન શોધી કાઢી મુળ માલીકને પરત આપ્યા હતા. આ કાર્યવાહી ગોંડલ ડીવાયએસપી કે.જી. ઝાલાના માર્ગદર્શન હેઠળ શાપર (વે) પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર આર.બી. રાણા, એ.એસ.આઇ. દિવ્યરાજસિંહ સરવૈયા, મયુરસિંહ જાડેજા, પો.હેડ કોન્સ જયદીપસિંહ વાઘેલા, વિરમભાઇ ભીભા, પો.કોન્સ. લગધીરસિંહ જાડેજા, અલ્પેશભાઇ ડામાસીયા, વિમલભાઇ વેકરીયા, મનસુખભાઇ ચૌહાણ, દિવ્યેશભાઇ શામળા, જગશીભાઇ ઝાલા વિગેરે દ્વારા કરવામાં આવી હતી
(11:54 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
