<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 21st June 2025

મોરબીના લખધીરપુર ગામે ગરીબોના પ્‍લોટ પરનું દબાણ હટાવાયું

 

(પ્રવિણ વ્‍યાસ દ્વારા) મોરબી, તા.૨૧: લખધીરપુર ગ્રામ પંચાયતની સર્વે નં ૭૨/૧ પૈ ૧ ની નવા ગામતળની જમીનમાં લખધીરપુર ગામના રહીશ દેવજીભાઈ ગંગારામભાઈ ખાણધર દ્વારા આશરે ૧ વીઘાની સરકારી જમીનના દબાણ કર્યું હતું જે જમીન ગરીબ લાભાર્થીઓને ૧૦૦ ચો.વાર પ્‍લોટ આપવા માટે નીમ થયેલ હતી જેથી તાલુકા પંચાયત કચેરી અને લખધીરપુર ગ્રામ પંચાયત દ્વારા ગુજરાત પંચાયત અધિનિયમ ૧૯૯૩ ની કલમ ૧૦૫ અંતર્ગત કાર્યવાહી કરી દબાણો હટાવવામાં આવ્‍યા હતા દબાણકર્તાએ સ્‍વૈચ્‍છિક દબાણો ના હટાવતા દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવી હતી.

દબાણ હટાવવાની કામગીરી સમયે સરપંચ ચંદ્રિકાબેન કાનજીભાઈ પરમાર, ઉપસરપંચ વિનોદભાઈ ખોડાભાઈ અજાણા, તલાટી કમ મંત્રી હેતલબેન ગોહેલ , ટીડીઓ પી એસ ડાંગર, વિસ્‍તરણ અધિકારી સી એમ ભોરણીયા, વિસ્‍તરણ અધિકારી એચ ડી રામાનુજ સહિતના અગ્રણીઓ ઉપસ્‍થિત રહ્યા હતા આશરે ૧ વીઘાથી વધુની ગામ તળની સરકારી જમીન ખુલ્લી કરવામાં આવી હતી જે જગ્‍યા ટૂંક સમયમાં ગરીબ લાભાર્થીને ૧૦૦ ચો. વાર પ્‍લોટ સોંપવાની કામગીરી હાથ ધરવામાં આવશે.

(10:51 AM IST)