તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 20th June 2025
વોટસએપમાં APK ફાઇલ મોકલી બેંક એકાઉન્ટમાંથી ૫૦,૦00/- પડાવી છેતરપિંડી કરનાર ઠગની ગ્વાલિયરથી ધરપકડ કરતી સાયબર ક્રાઇમ પોલીસ, દેવભૂમિ દ્વારકા
પોલીસે ગુન્હાના મૂળ સુધી પહોંચી ટેકનીકલ એનાલીસીસ અને હ્યુમન સોર્સ આધારે વર્ક આઉટ કરી એરોલી, ગ્વાલ્યર, મધ્ય પ્રદેશથી છેતરપીંડી કરનાર મુખ્ય સુત્રધાર આરોપીની ધરપકડ કરી

દેવભૂમિ દ્વારકા : આજના આધુનિક યુગમાં સંચાર માધ્યમો અને ઇન્ટરનેટનો વ્યાપ બહુ જ મોટા પ્રમાણમાં વધ્યો છે. જેના કારણે તમામ વર્ગના લોકો સંચાર માધ્યમ મોબાઇલ/કોમ્પ્યુટર/ઇન્ટરનેટ વિગેરેનો ઉપયોગ કરતા થયા છે. જેનો ઉપયોગ અનિવાર્ય છે. જેનો લાભ લઇ કેટલાક તકસાધુ લોકો સાયબર ક્રાઇમની માયાઝાળમાં નો ઉપયોગ કરી છેતરપીંડી વિશ્વાસઘાતના ગુન્હાઓ આચરતા હોય છે. દેવભુમી દ્વારકા જીલ્લામાં વોટસએપમાં APK ફાઇલ મોકલી ભોગ બનનારના વોટસએપ તથા મોબાઇલ ફોનમાં રહેલ ઓનલાઈન બેન્કીંગ એપ્લીકેશનોના એકસેસ મેળવી ભોગ બનનારની જાણ બહાર ઓનલાઇન ટ્રાંજેકશન કરતા હોવાનું ધ્યાને આવતા, જે બાબતને પોલીસ અધિક્ષક નિતેશ પાંડેયએ ખુબ ગંભીરતાથી સાયબર ક્રાઇમ પોલીસને આવા પ્રકારના ગુન્હાઓ શોધી કાઢવા અને અટકાવવાની દીશામાં ચોક્કસ વ્યુહરચના બનાવી. નાયબ પોલીસ અધિક્ષક શ્વી.પી.માનસેતાનાઓના માર્ગદર્શન હેઠળ કામગીરી કરવા યોગ્ય માર્ગદર્શન સુચના આપેલ.
જીવાભા માંડણભા કેર (રહે. જી. દેવભૂમિ દ્વારકા વાળા) ઓએ તા. ૨૬/૦૩/૨૦૨૫ ના રોજ પોતાની ફરિયાદ હકીકત જાહેર કરેલ કે, તેઓને તા.૦૫/૦૨/૨૦૨૫ ના રોજ મોબાઇલમાં વોટસએપમાં TRANSPORTIMALLAPK નામની ફાઈલ મોકલાવી મોબાઇલના એકસેસ લઇ તેઓની જાણ બહાર તેઓના બેંન્ક ઓફ બરોડાના ખાતામાંથી કુલ ૫૦,૦૦૦/- રૂપીયા ઉપાડી લઇ તેમની સાથે છેતરપીંડી કરેલ છે. જે બાબતે સાયબર ક્રાઇમ પો.સ્ટે. પાર્ટ બી ગુ.ર.ન ૧૧૧૮૫૦૧૦૨૫૦૦૦૫/૨૦૨૫ BNS કલમ ૩૧૮(૨) તથા IT Act કલમ ૪૩,૬૫,૬૬(સી).૬૬(ડી) મુજબનો ગુન્હો દાખલ કરવામાં આવેલ.
જે બાબતે સાયબર ક્રાઈમ પો.સ્ટે.ના પોલીસ ઇન્સપેકટર વી.કે.કોઠીયા દ્વારા સદર ગુન્હાના મુળ સુધી પહોંચી ગુન્હાના આખા નેટવર્કનો પર્દાફાસ કરી, મુખ્ય સુત્રધારની ધરપકડ કરવા સાયબર ક્રાઇમની ટીમ સાથે તુરંત જ રવાના થઇ ટેકનીકલ એનાલીસીસ અને હ્યુમન સોર્સ આધારે વર્ક આઉટ કરી એરોલી, ગ્વાલ્યર, મધ્ય પ્રદેશથી છેતરપીંડી કરનાર મુખ્ય સુત્રધાર આરોપીની ધરપકડ કરવામાં આવેલ હતી.
આ ગુન્હામાં (૧) વિષ્ણુ પ્રતાપ સિહ બ્રીજ કોશોર સિંહ જાત- રાજપુત ઉ.વ. ૨૧ ધંધો- અભ્યાસ, રહે. દુર્ગાપુરી કોલોની, બિરલા નગર, ગ્વાલ્યર.(મધ્ય પ્રદેશ)ની ધરપકડ કરાઈ છે
આરોપીઓએ ઓનલાઇન વોટ્સએપ મેસેજ દ્વારા APK ફાઇલ મોકલી મોબાઇલ ધારકના મોબાઇલના તમામ એક્સેસ મેળવી લઇ મોબાઇલમાં રહેલ બેંકીંગ એપ્લીકેશન, SMS, કોન્ટેક નંબરો. વોટસએપ વગેરેના એક્સેસનો ઉપયોગ કરી મોબાઇલ ધારકના બેંક ખાતાઓ તેમજ ડેબીટ કાર્ડ/ક્રેડીટ કાર્ડમાંથી મોબાઇલ ધારકોની જાણ બહાર ટ્રાંજેકશન કરી લઇ આ રૂપીયાના ઓનલાઇન ગિફ્ટ વાઉચર ખરીદી લઇ આયોજનબદ્ધ રીતે છેતરપીંડી કરતો હતો.
સદર ગુન્હાની આગળની તપાસ સાયબર ક્રાઇમ પો.સ્ટે.ના પોલીસ ઇન્સ્પેક્ટર વી.કે. કોઠીયાનાઓ કરી રહેલ છે.
કબ્જે કરેલ પુદામાલમાં (૧) મોબાઇલ ફોન નંગ-૦૨ કીમત રૂપીયા ૧,૨૫,૦૦૦/-(૨) લેપટોપ નંગ-૦૧ કીમત રૂપીયા ૩૦,૦00/-(3) વાઈ ફાઈ રાઉટર નંગ-૦૧ કીમત રૂપીયા ૧.૫૦૦/
આ કામગીરીમાં નીચે મુજબના પોલીસ અધિકારી/કર્મચારીઓ દ્વારા કરવામાં આવેલ છે.
(૧) વી. કે. કોઠીયા. પોલીસ ઇન્સ્પેકટર, સાયબર ક્રાઇમ પો.સ્ટે. દેવભુમી દ્વારકા.(૨) એન.એસ.ગોહિલ, પો.સબ ઇન્સ. સાયબર ક્રાઇમ પો.સ્ટે, દેવભુમી દ્વારકા(3) એસ.વી.કાંબલીયા, પો.સબ ઇન્સ. સાયબર ક્રાઇમ પો.સ્ટે. દેવભુમી દ્વારકા
(૪) પો. હેડ કોન્સ ધરણાંતભાઈ બંધિયા, ભરતભાઈ ચાવડા, હેભાભાઇ ચાવડા, મુકેશભાઈ નંદાણીયા, પો.કોન્સ. અજયભાઇ વાઘેલા, તથા સાયબર ક્રાઇમ ટીમ
પોલીસ અધિક્ષક, દેવભુમી દ્વારકાનાઓની જનતા જોગ અપીલ
દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ અધિક્ષકનિતેશ પાંડેયનાઓની જનતા જોગ અપીલ છે કે, વોટસએપમાં આવેલ કોઇપણ APK ફાઇલ જેવી કે Trasportmall.apk. PM Kishan Yojana.apk, Wedding.apk. અથવા કોઇપણ બેંકના નામની APK ફાઇલ ઓપન અથવા ઇન્સટોલ કરવી નહી. આવી APK ફાઇલ દ્વારા આપના મોબાઇલના એકસેસ મેળવી મોબાઇલમાં રહેલ ડેટા તેમજ બેંકીંગ એપ્લીકેશનનો ઉપયોગ કરી ફોડ વ્યક્તિ આપની સાથે છેતરપીંડી કરી શકે છે. આવા કીસ્સામાં આપ નાણાકીય છેતરપીડીનો ભોગ બની શકો છો. જરૂર જણાય દેવભૂમિ દ્વારકા જીલ્લા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન અથવા નજીકના પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવો.
(6:16 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
