તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 20th June 2025
પોરબંદરમાં આવતીકાલે વિશ્વ યોગ દિને ૬ હજારથી વધુ લોકો યોગ સાધના કરશે
જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ચોપાટી તથા મહાનગરપાલિકા દ્વારા ગોઢાણીયા મહિલા કોલેજ ખાતે મુખ્ય કાર્યક્રમ કલેકટર એસ.ડી. ધાનાણીના અધ્યક્ષસ્થાને યોગ કાર્યક્રમ આયોજનની બેઠક મળી

પોરબંદર,તા.૨૦ આવતીકાલે ૨૧ જૂન ૨૦૨૫ના રોજ સવારે ૫.૪૫ કલાકે યોજાનાર વિશ્વ યોગ દિવસની ઉજવણી અંતર્ગત પોરબંદર જિલ્લામાં વિશેષ તૈયારી પૂર્ણતાના આરે છે. આ અંગે પોરબંદર જિલ્લા કલેક્ટર એસ. ડી. ધાનાણીના અધ્યક્ષસ્થાને જિલ્લા કલેક્ટર કચેરી ખાતે વિવિધ સામાજિક સંસ્થાઓના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં શહેરના વિવિધ સામાજિક સંગઠનો (NGOs)ના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમને વધુ સફળ અને વ્યાપક બનાવવા માટે કલેક્ટર શ્રીના અધ્યક્ષ સ્થાનેથી ઉપયુક્ત સૂચનો આપવામાં આવ્યા હતા.
જિલ્લા કલેક્ટર શ્રી એસ.ડી. ધાનાણીએ યોગ દિવસના કાર્યક્રમને લોકો સુધી પહોંચાડવા માટે સહયોગી સંગઠનો અને સરકારી તંત્ર વચ્ચે સંકલન અને સક્રિય ભાગીદારી પર ભાર મૂકયો હતો તેમજ વધુમાં તેમણે જણાવ્યું હતું કે, લોકોમાં સ્થૂળતા પ્રત્યે જાગળતિ આવે અને લોકો યોગને પોતાની દિનચર્યામાં અપનાવે તે પણ અગત્યનું છે.
વહીવટી તંત્ર દ્વારા વિશ્વ યોગ દિવસની ઉજવણી તા .૨૧ જુને જિલ્લાકક્ષાનો કાર્યક્રમ સવારે ૫.૪૫ કલાકે હજૂર પેલેસ પાછળ, ચોપાટી ખાતે, મહાનગરપાલિકાનો કાર્યક્રમ ડો.વિ.આર.ગોઢાણીયા મહિલા કોલેજ ખાતે, પોરબંદર તાલુકાકક્ષાનો કાર્યક્રમ શ્રી સ્વામીનારાયણ ગુરુકુળ, છાંયા ખાતે, રાણાવાવ તાલુકાકક્ષા,નગરપાલિકાકક્ષા (સંયુક્ત), સરકારી હાઈસ્કુલ, રાણાવાવ ખાતે , કુતિયાણા તાલુકા અને નગરપાલિકાકક્ષા (સંયુક્ત), ડો. આંબેડકર ભવન, કુતિયાણા ખાતે યોજાનાર છે.
આ બેઠકમાં અધિક જિલ્લા કલેક્ટર શ્રી જે બી વદર,જિલ્લા યુવા વિકાસ અધિકારી શ્રી પરબત હાથલિયા, જિલ્લા રમત ગમત અધિકારી શ્રી ડો.પ્રવિણાબેન પાંડાવદરા તેમજ પોરબંદર જિલ્લાની વિવિધ સામાજિક સંગઠનોના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા
(1:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
