<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 20th June 2025

પોરબંદરમાં વરસાદના પાણી નિકાલમાં અડચણરૂપ ગેરકાયદે દબાણો હટાવાયા

પોરબંદર તા. ર૦ :.. મહાનગરપાલિકા દ્વારા વરસાદના પાણીના નિકાલમાં અડચણરૂપ ગેરકાયદે દબાણો સાંઇબાબા મંદિર તથા રાજીવનગર વિસ્‍તારમાં હટાવ્‍યા હતાં.

સાંઇબાબા મંદિર અને આસપાસ વિસ્‍તારો તેમજ રાજીવનગર આસપાસના વિસ્‍તારોમાં વરસાદના પાણી નિકાલ માટે અડચણરૂપ થતાં દબાણો ઉપર મહાનગરપાલિકા દ્વારા બુલડોઝર ફેરવી વરસાદના પાણી નિકાલનો રસ્‍તો સાફ કરવામાં આવ્‍યો હતો.

મહાનગરપાલિકા દ્વારા સાંઇ બાબા મંદિર વિસ્‍તારમાં ૧૦ હજાર મીટર જગ્‍યામાંથી પેશકદમી હટાવી હતી. ડે. કમિશનરશ્રી મનન ચતુર્વેદીએ ચેતવણી આપી કે શહેરમાં વધુ ગેરકાયદે દબાણો હટાવાશે. ગેરકાયદે દબાણો હટાવવા નોટીસો આપવામાં આવી રહી છે.

(1:36 PM IST)