તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 20th June 2025
ધોરાજીના તોરણીયા-ભીયાડ વચ્ચે રસ્તો બનાવવા દબાણ દુર કરાયું

ધોરાજી તા. ર૦: ધોરાજી તાલુકાના તોરણીયા ગામે તોરણીયા ગામથી ભીયાળ ગામ તરફ જવાનો જે સરકારી જાહેર રાજમાર્ગ આવેલ છે, તે જાહેર રાજમાર્ગની બન્ને તરફના ખેડુત ખાતેદારોએ રસ્તાની બન્ને બાજુ દબાણ કરતાં રસ્તો સાંકળો થઈ ગયેલ હોવાથી શ્રી રમેશભાઈ મનજીભાઈ આસોદરીયા દ્રારા તાલુકા સ્વાગત કાર્યક્રમમાં દબાણ હટાવવા બાબતે પ્રશ્ન રજુ કરવામાં આવેલ. જે અન્વયે મામલતદાર આર.કે પંચાલ અને સ્ટાફ ધોરાજી દ્રારા તા.૧૮/૦૬/૨૦૨૫ના રોજ દબાણ દુર કરવામાં આવ્યું. તોરણીયા ગામ થી ભિયાડ ગામ તરફ જવાના જાહેર રાજમાર્ગની જમીન પર થયેલા આશરે ૧૬વર્ષ જુના દબાણો દૂર થવાથી તોરણીયા ગામના ૫૦+ ખેડુતોને ચોમાસા દરમ્યાન ફાયદો થશે. (તસ્વીરઃ ધર્મેશ બાબરીયા-કિશોર રાઠોડ-ધોરાજી)
(12:29 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
