તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 20th June 2025
ચોટીલામાં સાઇકલ દોરીને કામે જઇ રહેલા ધનજીભાઇ ધરજીયાનું ટ્રકની ઠોકરે મોત
વૃધ્ધ ખાતરની દુકાનમાં કામ કરતાં હતાં: રાજકોટમાં દમ તોડયો

રાજકોટ તા. ૨૦: ચોટીલામાં સાઇકલ દોરીને જઇ રહેલા વૃધ્ધને ટ્રકચાલકે ઠોકરે ચડાવતાં ગંભીર ઇજા થવાથી મોત થયું છે.
જાણવા મળ્યા મુજબ ચોટીલા મફતીયાપરા શેરી નં.૧માં રહેતાં ધનજીભાઇ લાખાભાઇ ધરજીયા (ઉ.વ.૮૫) ત્રણ દિવસ પહેલા સવારે આઠેક વાગ્યે ઘરેથી ખાતરની દૂકાને કામ કરવા જવા સાઇકલ લઇને નીકળ્યા બાદ હાઇવે પાસે પહોંચ્યા ત્યારે સાઇકલ પરથી ઉતરીને સાઇકલને દોરીને આગળ જતાં હતાં ત્યારે ટ્રકની ઠોકરે આવી જતાં ગંભીર ઇજા થઇ હતી. તેમને સારવાર માટે ચોટીલા હોસ્પિટલમાં અને ત્યાંથી રાજકોટ સિવિલમાં ખસેડાયા હતાં. અહિ સવારે મૃત્યુ થતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો.
હોસ્પિટલ ચોકીના રામશીભાઇ, મહેશભાઇ, ધર્મેન્દ્રભાઇ, પ્રશાંતભાઇ, શક્તિસિંહે ચોટીલા પોલીસને જાણ કરી હતી. મૃત્યુ પામનાર ચાર ભાઇ અને ત્રણ બહેનમાં બીજા હતાં. સંતાનમાં બે દિકરી અને એક દિકરો છે. ચોટીલા પોલીસે ટ્રકચાલક વિરૂધ્ધ કાર્યવાહી કરી હતી.
(12:25 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
