તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 20th June 2025
કુંવરજીભાઈ બાવળીયા કચ્છ જીલ્લાના પ્રવાસે
કચ્છમાં જુદી-જુદી જગ્યાએ ચાલતા વિકાસકાર્યોનું નિરીક્ષણ

(વિજય વસાણી દ્વારા) ગાંધીનગર, તા.૨૦: કચ્છ જીલ્લાના સિંચાઈ અને પાણી પુરવઠાના પ્રશ્નો અંગે કચ્છ જીલ્લાના ધારાસભ્યો તેમજ આગેવાનો તરફથી થતી રજૂઆતોને ધ્યાને લઈ રાજ્યના કેબીનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા ત્રણ દિવસ કચ્છ જીલ્લાના પ્રવાસે પહોચ્યા છે.
તા.૧૯ થી ત્રણ દિવસ દરમિયાન ઞઈ કાલે કુંવરજીભાઈ બાવળીયાએ કચ્છ જીલ્લાના રાપર અને ભચાઉ તાલુકા ખાતે ચાલતા પાણી પુરવઠા અને સિંચાઈ વિભાગના કામોની મુલાકાત લીધી હતી જેમા રાપર તાલુકાના કટારીયા ખાતે આવેલ રાજબાઈમાતા હેડ વર્કસ ખાતે ચાલતા વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટના ચાલુ કામની મુલાકાત લીધી હતી.
આ યોજનાથી રાપર તાલુકાના ૧૧ ગામોને પીવાનું પાણી પૂરું પડાય છે જ્યાંથી આગળ રાપર તાલુકાના મેવાસા ખાતે ૬૦ વર્ષ જુનું તળાવ જેને ડીપ્નીગ કરવાની કામગીરી હાલ ચાલી રહી છે તેની પણ મુલાકાત લીધી હતી ત્યારબાદ સ્થાનિક ગ્રામજનો સાથે બેઠક કરી હતી જે દરમિયાન આ તળાવને નર્મદા કેનાલ સાથે જોડવા ગ્રામજનો તરફથી રજૂઆત કરવામાં આવેલ.
આ ઉપરાંત સામખીયાળી ગામ મધ્યે આવેલ વર્ષો જુના ગામ તળાવની મુલાકાત કરી હતી જેમાં ભચાઉ તાલુકાના લલીયાણા ખાતે આવેલ વર્ષો પહેલા બનેલ પંચાસર તળાવ ડું ઉતારવા સરપંચ તરફથી રજૂઆત થતા આ તળાવની પણ મુલાકાત લીધેલ અને સત્વરે કામગીરી કરવા જે તે અધિકારીઓને સુચના આપી હતા.
(12:14 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
