<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 20th June 2025

પડધરીમાં લોહાણા મહાજન દ્વારા મુર્તિ પ્રતિષ્‍ઠાને ૧ મહિનો પૂર્ણ થતા મહાઆરતી- અલ્‍પાહાર

પડધરીઃ શ્રી પડધરી લોહાણા મહાજન દ્વારા નવનિર્મીત દરિયાલાલ મંદિરમાં શ્રી રામચંદ્ર પરિવાર, શ્રી જલારામ બાપા, શ્રી દરિયાલાલ દેવ, શ્રી રાધા કૃષ્‍ણ, પ.પૂ.શ્રી સદગુરૂદેવ ૧૦૦૮ શ્રી રણછોડદાસજી મહારાજ, શ્રી ગણેશજી, શ્રી હનુમાનજી મહારાજના દિવ્‍ય સ્‍વરૂપોની ત્રિ-દિવસીય પ્રાણ પ્રતિષ્‍ઠા મહોત્‍સવ એમ માસ પહેલા વિધી વિધાન પૂર્વક સપન્ન થયેલ. આ ધાર્મિક મહોત્‍સવને એક માસ પૂર્ણ થતા તા.૧૭/૬/૨૦૨૫ને મંગળવારના રોજ સાંજના ૭/૩૦ કલાકે મહાઆરતી અને અલ્‍પાહાર પ્રસાદનું આયોજન કરવામાં આવેલ. જેમાં લોહાણા મહાજન પ્રમુખશ્રી પ્રફુલભાઇ કોટક, ટ્રસ્‍ટીશ્રીઓ, સમાજશ્રેષ્‍ઠીઓ પડધરી ગ્રામ પંચાયત સરપંચ ડો.વિજયભાઇ પરમાર, બ્રહ્મસમાજ પ્રમુખ વિનુભાઇ દવે શાષાી ડોલરભાઇ, પડધેશ્વર મહાદેવ પુજારી હેમુભાઇ, દરિયાલાલ મંદિર પુજારી અશોકભાઇ તેમજ બહોળી સંખ્‍યામાં ભકતજનોએ મહાઆરતીમાં ઉપસ્‍થિત રહી ધન્‍યતા અનુભવી હતી. (તસ્‍વીર- અહેવાલઃ મનમોહન બગડાઇ- પડધરી)

(11:06 AM IST)