તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 20th June 2025
વિજયભાઇએ ધોરાજીને આઇટીઆઇની ભેટ આપી'તીઃ પાણી પ્રશ્ન હલ કર્યો હતો
પૂર્વ મુખ્યમંત્રી સાથે સંસ્મરણોને વાગોળતા ‘‘અકિલા''ના પત્રકાર અને અખીલ ભારતીય વિશ્વકર્મા મહાસભાના રાષ્ટ્રીય અગ્રણી કિશોરભાઇ રાઠોડ

ધોરાજી તા.૨૦: ધોરાજી રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પ્લેન દુર્ઘટનામાં અવસાન પામ્યા પરંતુ ધોરાજી તેમને કયારેય ભૂલશે નહીં. ધોરાજીના નગરજનોએ શ્રદ્ધાંજલી અર્પતા જણાવેલ કે વિજયભાઈ રૂપાણી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે ધોરાજી માટે ખૂબજ ધ્યાન આપેલું હતું. સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણીના અવસાન બાદ ધોરાજીમાં પણ શોક છવાઈ ગયો છે.
‘‘અકિલા''ના ધોરાજીના પત્રકાર અને અખિલ ભારતીય વિશ્વકર્મા મહાસભાના રાષ્ટ્રીય અગ્રણી કિશોરભાઈ રાઠોડ સાથે તેમનો પારિવારિક સંબંધ હતો વિજયભાઈ રૂપાણી જ્યારે જ્યારે ધોરાજી આવે ત્યારે તે અચૂક કિશોરભાઈ રાઠોડ ના નિવાસસ્થાને જતા હતા અને ધોરાજીને ઘણું બધું આપ્યું છે. વિદ્યાર્થીઓ માટે આઈ.ટી.આઈ ભાડાના બિલ્ડિંગમાં રહેતી હતી ત્યારે ધોરાજીના ઉપલેટા નેશનલ હાઈવે રોડ ઉપર અત્યંત નવી બિલ્ડીંગ આઈટીઆઈ બનાવીને ધોરાજીના વિદ્યાર્થીઓ માટે ભેટ આપી હતી એટલું જ નહીં આઈ.ટી.આઈ માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને નોકરીની પણ તક મળે તે માટે અનેક કંપનીઓ સાથે ગઠબંધન કર્યું હતું તેમજ ધોરાજીમાં ફોફળ ડેમના પીવાના પાણીની સમસ્યા હતી ત્યારે તેમના શાસનકાળમાં ધોરાજીને શુદ્ધ પીવાનું પાણી મળી રહે તે માટે ફોફળ યોજના મંજૂર કરી હતી તેમજ ભૂગર્ભ ગટરની યોજના પણ એમના વખતમાં મંજૂર થઈ હતી.
વિજયભાઈ રૂપાણીએ ધોરાજી શહેરને એ સમયમાં અંદાજે ૧૦૦ કરોડની ગ્રાન્ડ પણ ધોરાજીના વિકાસ કાર્યો માટે આપી હતી ત્યારે ધોરાજી ની જનતા સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણીને કયારેય પૂરી શકશે નહીં. અખિલ ભારતીય વિશ્વકર્મા મહાસભાના રાષ્ટ્રીય અગ્રણી અને અકિલા ના વરિષ્ઠ પત્રકાર કિશોરભાઈ રાઠોડ એ જણાવેલ કે અમે તો સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણીને કયારેય ભૂલી શકીશુ નહીં કારણકે અમારા જીવન માટે તો તે માર્ગદર્શક હતા અને જ્યારે જ્યારે ગાંધીનગર જાય ત્યારે વગર એપોઇન્ટમેન્ટ એ અમોને મળવાની મુલાકાત આપતા હતા અને જે કામ લઈને ગયા હોય એ કામ પણ કોઈ પણ જાતના સંકોચ વિના કરી આપતા હતા.
સમગ્ર રાઠોડ પરિવારના ભીખાભાઈ રાઠોડ કિશોરભાઈ રાઠોડ ડો. હેમાંગ રાઠોડ, વત્સલ રાઠોડ તથા સ્મિતાબેન રાઠોડે શ્રદ્ધા સુમન અર્પણ કર્યા હતા
(11:05 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
