<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 20th June 2025

માણાવદરથી સરદારગઢ લઇ જવાતો બે લાખનો દારૂ ઝડપાયો

 

જુનાગઢ તા. ર૦: માણાવદર ટાઉનના લીસ્‍ટેડ બુટલેગરોએ બહારના રાજ્‍યમાંથી વિદેશી દારુનો જથ્‍થો અગાઉથી મંગાવેલ હોય જે હેરફેર કરવાની તૈયારીમાં હોય અને સદરહુ પ્રોહી મુદ્દામાલ મારુતી સુઝુકી કંપનીની સ્‍વીફ્‌ટમાં સરદારગઢ રોડ બાજુ જવાનો હોય જે હકીકત આધારે વોચ તપાસ દરમ્‍યાન સદરહુ ફોરવ્‍હીલ કારને પકડી પાડી તેમાંથી દારુની નાની બોટલ નં.૭૬૮ કી.રૂ.૨,૦૨,૭૫૨/- તથા ફોરવ્‍હીલ કાર મારુતી સુઝુકી કંપનીની સ્‍વીફ્‌ટ  GJ-06-FK-6004 કી.રૂ.૪,૦૦,૦૦૦/- મળી કુલ કી.રૂ.૬,૨૨,૭૫૨/- ના મુદ્દામાલ સાથે આરોપી હીતેન ઉર્ફે યુવી તરુણભાઇ રાવલ રહે. માણાવદર વાળાને પકડી પાડી  ગુન્‍હો રજી. કરેલ  અને હાજર નહી મળી આવનાર અન્‍ય બે આરોપીઓની હ્યુમન સોર્સ તથા ટેક્રીકલ સર્વેલન્‍સના આધારે ઝડપી પાડવા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.

પકડવાના બાકી આરોપી લખન ઉર્ફે લખો અરજણભાઇ ઇછુડા, સોહીલ ઉર્ફે બાપુડી સાદીકમીયા કાદરી રહે.માણાવદર છે.

આ કામગીરી માણાવદર પો.સ્‍ટે.ના ઇન્‍ચાર્જ પોલીસ ઇન્‍સ્‍પેકટર  પી.એ.જાદવ તથા પો.સ્‍ટાફના માણસો પો.હેડ.કોન્‍સ. સુરેશભાઇ રામભાઇ ગરચર તથા પો.હેડ.કોન્‍સ. પ્રધ્‍યુમનસીંહ ગોવીંદભાઇ ઝણકાત તથા પો.હેડ કોન્‍સ. સીધ્‍ધાંતભાઇ ધીરુભાઇ નીમાવત તથા પો.કોન્‍સ. વીક્રમભાઇ રામાભાઇ કડછા તથા પો.કોન્‍સ. ધ્રુમીલભાઇ સુરેશભાઇ ખટારીયા નાઓએ સાથે મળીને કરવામાં આવેલ. (૭.૧૬)

(11:02 AM IST)