<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 19th June 2025

પોરબંદરમાં એનડીઆરએફ ટીમ આવીઃભારે વરસાદની આગાહીના પગલે કંટ્રોલ રૂમ શરૂ

વરસાદ સમયે મુશ્‍કેલી સર્જાઇ ત્‍યારે કંટ્રોલ રૂમ (૦૨૮૬) ૨૨૨૦૮૦૦ અને (૦૨૮૬) ૨૨૨૮૦૧ ઉપર સંપર્ક કરી શકાશે

(પરેશ પારેખ દ્વારા) તા.૧૯: પોરબંદર જિલ્લામાં સંભવિત વરસાદની આગાહીના સંદર્ભે કંટ્રોલરૂમ શરૂ કરવામાં આવ્‍યો છે. વરસાદની પરિસ્‍થિતીને ધ્‍યાને લેતા જિલ્લા ખાતે એનડીઆરએફ ટીમ તૈનાત કરવામાં આવી

પોરબંદર જિલ્લામાં સંભવિત વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે. ભારે વરસાદ આગાહીના પગલે પોરબંદર જિલ્લા વહીવટીતંત્ર દ્વારા કંટ્રોલરૂમ શરૂ કરવામાં આવ્‍યા છે. અને વરસાદની પરિસ્‍થિતીને ધ્‍યાને લેતા  પોરબંદર જિલ્લા ખાતે આધુનિક સાધનો સાથે એનડીઆરએફ ટીમ તૈનાત કરવામાં આવી છે. તેમજ કુદરતી આફતોને પહોચી વળવા સબંધીત તમામ વિભાગો, કચેરીઓ તથા લાઇન ડિપાર્ટમેન્‍ટને એલર્ટ મોડમાં રાખવામાં આવ્‍યા છે.

ભારે વરસાદની આગાહી સંદર્ભે કોઈ મુશ્‍કેલી સર્જાય તો જિલ્લા ડિઝાસ્‍ટર કંટ્રોલ રૂમ નંબર ૦૨૮૬-૨૨૨૦૮૦૦ અને ૦૨૮૬-૨૨૨૦૮૦૧ પર સંપર્ક કરી શકાશે.તેમજ તાલુકા કક્ષાએ પણ કંટ્રોલરૂમ ચાલુ કરવામાં આવ્‍યા છે જેમાં રાણાવાવ તાલુકાના કંટ્રોલ રૂમ નંબર ૦૨૮૦૧-૨૩૦૬૨૨,કુતિયાણા તાલુકાના કંટ્રોલ રૂમ નંબર ૦૨૮૦૪- ૨૬૧૨૨૬,પોરબંદર તાલુકાના કંટ્રોલ રૂમ નંબર  ૦૨૮૬-૨૨૨૦૫૪૩ પર વિપરીત પરિસ્‍થિતિમાં જાહેર જનતાને સ્‍થાનિક તંત્ર સાથે સહયોગ સાધવા અપીલ કરવામાં આવી છે અને ડિઝાસ્‍ટર મેનેજમેન્‍ટ હેલ્‍પલાઇન નંબર ૧૦૭૭ પર સંપર્ક કરી શકાશે. તેમ યાદીમાં જણાવ્‍યું છે.

(1:30 PM IST)