તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 19th June 2025
રૂપાણીને શ્રધ્ધાંજલી પાઠવતા બારડ

(રામસિંહ મોરી) સુત્રાપાડા, તા.૧૯: ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી ,પૂર્વ પ્રદેશ અધ્યક્ષ રાજકોટના સર્વાંગી વિકાસના સ્વપ્નદ્રષ્ટા, પ્રજાવત્સલ લોકસેવક અજાતશત્રુ રાજપુરુષ વિજયભાઈ રૂપાણીને ભાવાંજલિ આપતા પૂર્વ કેબિનેટ મંત્રી જશાભાઈ બારડે જણાવ્યું છે કે, વર્ષો સુધી તેમની સાથે કામ કરવાનો અવસર મળ્યો છે. તેઓ જ્યરે ગુજરાત ભાજપાના અધ્યક્ષ હતા ત્યારે ૯૦-સોમનાથ વિધાનસભા ૨૦૧૪માં જશાભાઈ બારડે તેઓની રાહબર નીચે લડેલ તેઓ કુશળ રણનીતિકાર હતા, અમો જંગી લીડથી જીતેલા, વિજયભાઈ મુખ્યમંત્રી બન્યા ત્યારે પ્રધાન મંડળમાં જશાભાઈ બારડને સ્થાન મળેલ. ચાર વર્ષ સુધી પ્રધાન મંડળમાં સાથે કામ કરયું, તેઓ પારિવારીક સંબંધ ધરાવતા, સુત્રાપાડા જશાભાઈ બારડના નિવાસ સ્થાને પણ ઘણી વખત આવેલ અને ઘરના પરિવારના સભ્યો સાથે હળીમળીને વાતો કરતાં ખબર અંતર પૂછતાં, લોકસેવા કાર્યો- પક્ષ કાર્યોમાં તેમની સાથે કાર્ય કરવાનું અને શીખવાનું સદભાગ્ય લોકો કાર્યકર્તાઓ એમ દરેક મળનાર વ્યક્તિ સાથે અત્યંત સરળતાપૂર્ણ વ્યવહાર, હમેંશા જમીન સાથે જોડાયેલા રહેવાની વળત્તિ, સરકાર, પક્ષમાં અને સમાજ જીવન માં તેમના સંવેદનશીલ અને સહજ મળતાવડા સ્વભાવે તેમને કોમનમેન બનાવ્યા હતા. ગુજરાતમાં મુખ્યમંત્રી તરીકે પણ તેમને જયારે જવાબદારી સોંપાઇ તો પોતાને સીએમ તરીકે નહીં કોમનમેન તરીકે સતત લોકો સાથે રહીને કામગીરી કરી હતી.
સૌથી મહત્વપૂર્ણ બાબત એ કે જ્યારે સમગ્ર દેશ સમગ્ર વિશ્વ જે રીતે કોરોના કાળમાં સપડાયું હતું તે સમયે વિજયભાઇ રૂપાણીની મુખ્યમંત્રી તરીકે સૌથી મોટી કસોટી થઇ અને તેઓએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના પૂર્ણ સહયોગ અને માર્ગદર્શન હેઠળ ગુજરાતમાં સંપૂર્ણ તંત્રને કામે લગાડી કોરોના મહામારીમાંથી ગુજરાતને બહાર કાઢયું હતું. તેમને રાષ્ટ્રીય સ્તરે પંજાબના પ્રભારી તરીકે જવાબદારી સોંપાઇ તો જિંદગીના આખરી શ્વાસ સુધી તેઓએ પંજાબમાં ભાજપનું વર્ચસ્વ વધે અને ચૂંટણી સફળતા પણ મળે તે પણ જોયું હતું અને બે દિવસ પહેલા પોતાનો પંજાબ પ્રવાસ પૂરો કરીને ગાંધીનગર આવ્યા હતા
(1:42 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
