તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 19th June 2025
બાબરામાં ડમ્પરે બાઇકને અડફેટ લેતા બે હિરાઘસુના મોત

(દિપક કનૈયા દ્વારા) બાબરા, તા.૧૯: બાબરા ભાવનગર રોડપર વધાવીયાની સામે જોરદાર અકસ્માત સર્જાયો હતો જેમાં એક ગલકોટડી અને એક લાઠી તાલુકાના જાનબાઇ દેરડીના યુવાન નું મોત નિજપતા અરેરાટી વ્યાપી ગઈ હતી મરનાર બને યુવાનો ગલકોટડી ગામે હીરાના કારખાના માં હીરા ઘસવા નું કામ કરતાં હતાં અને કોઈ હીરાને લગતા કોઈ કામ સબબ બાબરા ગયા હતા ત્યાંથી પરત આવતી વખતે બનાવ બનતા અકસ્માત થતા મોટી સંખ્યામાં સિવિલ હોસ્પિટલમાં હીરાના કારીગરો અને લોકો ઉમટી પડ્યા હતા
ગલકોટડી ગામે રહેતા કિશનભાઈ અરજણભાઈ ચૌહાણ ઉવ ૨૧ અને જાનબાઈ દેરડી મુકામે રહેતા ભાવેશભાઈ શંભુભાઈ કારીયાણી ઉ.વ. ૨૨ બાબરા ખાતે તેઓ પોતાનું બાઇક નંબર જી જે ૦ ૫ એલ વાય ૭૯૧૨ લઈ હીરા ની જે રેન્જ આવે તેને સમજવા માટે ગયા હતા અને ત્યાંથી પરત આવતી વખતે ડમ્પર નંબર જી જે ૧૪ વાય ૫૫૫૪ના ચાલકે અડફેટે લેતા કિશનભાઈનું ઘટના સ્થળે કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું જ્યારે ભાવેશભાઈ ને ૧૦૮ મારફતે પ્રથમ બાબરા સિવિલ હોસ્પિટલમાં તેમજ વધુ સારવાર અર્થે રાજકોટ રીફર કરવામાં આવ્યા હતા પણ પગ અને માથાના ભાગે ગંભીર ઇજાઓ થતા સારવાર મળે તે પહેલા ભાવેશભાઈનું પણ મળત્યુ નીપજ્યું હતું ઘટનાની જાણ થતાં બાબરા પોલીસ સ્થળ પર દોડી આવી હતી. પોલીસ દ્વારા ડમ્પર ચાલકને શોધવા આગળની કાર્યવાહી હાથ ધરી છે.
(12:06 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
