તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 19th June 2025
ભાવનગરના દેવળીયા ગામે માતાજીના છત્તરની ચોરી
મકવાણા પરિવારના માતાજીના સ્થાનકેથી એકસો જેટલા છત્તર ચોરાયા

(વિપુલ હિરાણી ) ભાવનગર તા.૧૯ : તળાજા પંથકના મંદિરો,દેવી દેવતા ના સ્થાનકો ને તસ્કરો વારંવાર નિશાન બનાવી રહ્યા છે.મંદિરો મા ચોરી કરવી લગભગ ચોક્કસ ગેંગ ની મોડ્સ ઓપરેન્ડી છે.ત્યારે દેવળીયા ગામે માતાજી ના સ્થાનકેથી ચાંદીના છત્તર ના મોટા ઙ્કમાણ મા ચોરી થઈ છે.તળાજા પોલીસે સત્તાવાર રીતે જ્ત્ય્ ન નોંધતા ને ફરિયાદી પક્ષને સંતોષ ન થતા સોસિયલ મીડિયાના માધ્યમથી ઉચ્ચ પોલીસ અધિકારીઓના ધ્યાન પર સમગ્ર ઘટના મુકવામાં આવી છે.
તળાજા નજીકના દેવળીયા ની ધાર તરીકે ઓળખાતા વિસ્તારમાં મકવાણા પરિવારના માતાજીનું સ્થાનક આવેલ છે.શ્રદ્ધાળુઓ દ્વારા અહીં ચાંદી ના છત્તર ચડાવવામા આવ્યા હતા.એ છત્તર ની ગઈકાલ રાત્રે અજાણ્યા ઈસમો દ્વારા ચોરી કરવામાં આવી છે.મકવાણા પરિવારના સભ્ય એ જણાવ્યું હતુ કે આશરે એકસો જેટલા છત્તર હતા તે તમામ ચોરાઈ ગયા છે. સમાજના લોકો અહીં ફરિયાદ કરવા દોડી આવ્યા હતા.જેમા તેઓને પોલીસ નું મેં આઈ હેલ્પ યૂ નું સૂત્ર સાર્થક થતું ન હોવાનો અનુભવ થતા આ મામલે ચોર પકડાય તે માટે રજુઆત કરી હતી.
(11:47 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
