તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Thursday, 19th June 2025
જામનગર શહેરમાં જાહેરમાં ધોડીપાસા વડે જુગાર રમતા સાત શખ્શોને રૂ. ૧,૧૪,૦૦૦ ના મુદામાલ સાથે પકડી પાડતી જામનગર - એલ.સી.બી.
બાતમીના આધારે વુલનમીલ ફાટક નજીક પુલની નીચેથી જાહેરમાં ઘોડી પાસા સાદે જુગાર રમતા ઝડપી લેવાયા

જામનગર :પાલીસ મહાનિરીક્ષક રાજકોટ વિભાગ રાજકોટ,અશોકકુમાર (IPS) નાઓએ પ્રોહીબીશન તથા જુગાર ધારા હેઠળના કેસો શોધી કાઢવા જણાવેલ હોય, જેથી જામનગર જીલ્લાના પોલીસ અધીક્ષક પ્રેમસુખ ડેલૂ (IPS) નાઓએ જામનગર જીલ્લા માથી દારૂ જુગારની બદીને નેસ્ત નાબુદ કરવા પ્રોહીબીશન તથા જુગાર ધારાના કેસો શોધી કાઢવા સુચના કરતા એલ.સી.બી. ના પોલીસ ઇન્સ. વી.એમ.લગારીયાનાઓના માર્ગદર્શન મુજબ એલ.સી.બી. ના પો.સ.ઇ. પી.એન.મોરી તથા પો.સ.ઇ સી.એમ.કાંટેલીયા તથા સ્ટાફના માણસો પ્રોહી જુગારના કેસો શોધી કાઢવા અંગે જામનગર શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા.
દરમ્યાન એલ.સી.બી. સ્ટાફના યુવરાજસિંહ ઝાલા, મયુરસિંહ પરમાર તથા રૂષીરાજસિંહ વાળાને મળેલ ખાનગી હકિકત આધારે જામનગર શહેરમાં વુલનમીલ ફાટક નજીક પુલ નીચેથી જાહેરમાં ધોડી પાસાના પાસા વડે પૈસાની હારજીતનો જુગાર રમતા શખ્સોના કબ્જામાંથી રોકડ રૂ. ૧૮,૫૦૦/-તથા ધોડી પાસા નંગ-૨ કિ.રૂ. ૦૦/૦૦ તથા મોટર સાયકલ-૨ કિ.રૂ. ૮૦,૦૦૦/- તથા મોબાઇલો ફોન-૪ કિ.રૂ. ૧૫,૫૦૦/- મળી કુલ રૂ. ૧,૧૪,૦૦૦/- ના મુદામાલ સાથે પકડી પાડી આરોપીઓ વિરૂધ્ધ પો.હેડ કોન્સ. હિતેન્દ્રસિંહ જાડેજાએ ફરીયાદ રીપોર્ટ આપતા પો.હેડ કોન્સ. કાસમભાઇ બ્લોચ નાઓએ જુગારધારા હેઠળ કાયદેસર ની કાર્યવાહી કરેલ છે.
આરોપીઓઃ૧) કમલભાઇ કાનાભાઇ કોલી( રહે. વુલનમીલ ફાટક પાસે, બાવરીવાસ, જામનગર ) ૨) હિતેશભાઇ જગદીશભાઇ દુલાણી (રહે. રણજીતનગર, બ્લોક નંબર સી-૪ રૂમ નંબર ૧૮૬૯ જામનગર) ૩) જાવેદભાઇ ગનીભાઇ કાસમાણી (રહે. કાલાવડ નાકા બહાર અલસફાપાર્ક જામનગર) ૪) રાજેશભાઇ બાબુભાઇ પરમાર (રહે. ખેતીવાડી એરફોર્સ રોડ, ઇન્દીરા ગાંધી કોલોની જામનગર) ૫) વિજયભાઇ વિનોદભાઇ ડાભી (રહે. વુલનમીલ ફાટક પાસે, બાવરીવાસ, જામનગર) ૬) ગોપાલભાઇ રામજીભાઈ કટારીયા( રહે. લાખાબાવળગામ, રેલવે સ્ટેશન પાસે, તા.જી.જામનગર) ૭) આસીફભાઇ ઓસમાણભાઇ રાવમા (રહે. રાપર, સમાવાસ, હનીફ ડાડાના મકાનની બાજુમા જી.કચ્છભુજ)ને ઝડપી લીધા છે
આ કાર્યવાહી પો.ઇન્સ.વી.એમ. લગારીયાના માર્ગદર્શન મુજબ પો.સ.ઈ પી.એન.મોરી તથા પો.સ.ઇ.સી.એમ.કાટેલીયા તથા એલ.સી.બી. સ્ટાફના હરપાલસિંહ સોઢા, ભરતભાઈ પટેલ, નાનજીભાઇ પટેલ, શરદભાઇ પરમાર, દિલીપભાઇ તલવાડીયા, હિતેન્દ્રસિંહ જાડેજા, અરજણભાઇ કોડીયાતર, મયુદીનભાઇ સૈયદ, ક્રિપાલસિંહ જાડેજા, કાસમ બ્લોચ, નિર્મળસિંહ જાડેજા, ધનશ્યામભાઇ ડેરવાળીયા, યુવરાજસિંહ ઝાલા, ભયપાલિંહ જાડેજા, ભરતભાઇ ડાંગર, કિશોરભાઇ પરમાર, સુમીતભાઇ શીયાર, રૂષીરાજસિંહ વાળા, મયુરસિંહ પરમાર, અરજયભાઇ વીરડા, ધમેન્દ્રસિંહ જાડેજા, સુરેશભાઇ માલકીયા, દયારામ ત્રિવેદી, બીજલભાઇ બાલાસરા તથા ધમેન્દ્રસિંહ જાડેજા, ભારતીબેન ડાંગર વિગેરે દ્રારા કરવામા આવેલ છે.
(12:28 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
