તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Wednesday, 18th June 2025
વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણીની તૈયારી પૂર્ણ :જામશે ત્રિપાંખિયો જંગ :કાલે 297 મતદાન મથકો પર મતદાન થશે
1,35,609 પુરુષ, 1,25,479 મહિલા અને 4 અન્ય મતદારો સહીત કુલ કુલ 2,61,092 મતદારોમતાધિકારનો ઉપયોગ કરશે

જુનાગઢની 87-વિસાવદર વિધાનસભા પેટા ચૂંટણી માટે ચૂંટણી તંત્ર તમામ દિશાઓથી તૈયાર છે. 19 જૂન, બુધવારે મતદાન યોજાશે અને 23 જૂનના રોજ મતગણતરી હાથ ધરાશે. સમગ્ર ચૂંટણી પ્રક્રિયા માટે તંત્રએ મજબૂત સુનિશ્ચિતતા સાથે વ્યવસ્થા ઉભી કરી છે. 2.61 લાખ મતદારો 297 મતદાન કેન્દ્રો પર મતદાન કરશે
વિસાવદર વિધાનસભા મતવિસ્તારમાં કુલ 2,61,092 મતદારો નોંધાયેલા છે. જેમાં 1,35,609 પુરુષ, 1,25,479 મહિલા અને 4 અન્ય મતદારોનો સમાવેશ થાય છે. મતદારોના માર્ગદર્શન માટે ફોટાવાળી મતદારયાદી તૈયાર કરી દેવાઈ છે. મતદારોને મતદાનના પાંચ દિવસ પૂર્વે ફોટો વોટર સ્લીપ વિતરણ કરવામાં આવી છે. દ્રશ્ય વિકલાંગતા ધરાવતા તથા અંધ મતદારો માટે બ્રેઈલ લાક્ષણિકતાઓ સાથેની વોટર સ્લીપ પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે.
વિસાવદર વિધાનસભા વિસ્તારમાં કુલ 297 મતદાન મથકો ઉભા કરવામાં આવ્યા છે, જેમાંથી 17 શહેરી અને 277 ગ્રામ્ય વિસ્તારોમાં છે. 212 મતદાન સ્થળો પર તેમજ ત્રણ મતદાન મથકો નવા બનાવવામાં આવ્યા છે જેમાં આણંદપર, વિસાવદર શહેર, ઘોડાસણનો સમાવેશ થાય છે જ્યાં મતદાન યોજાશે. તમામ મતદાન મથકો પર પ્રાથમિક સુવિધાઓ સહિત સલામતીની ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. કનકાઈ નેસડા વિસ્તારમાં આવેલા મતદાન મથક માટે વન વિભાગના સંદેશા વ્યવહારના સાધનોનો ઉપયોગ થશે.
મતદાન માટે 583 બેલેટ યુનિટ, 575 કંટ્રોલ યુનિટ અને 575 VVPAT મશીનો તૈયાર રાખવામાં આવ્યા છે. વરસાદની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ઈવીએમ અને અન્ય મટીરિયલની સુરક્ષાની ખાસ તકેદારી લેવામાં આવી છે. દરેક સેક્ટર ઓફિસરના વાહનમાં GPS ટ્રેકિંગ સિસ્ટમ કાર્યરત રહેશે.
(8:40 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
