<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 18th June 2025

વિસાવદર પેટાચૂંટણી માટે આજે કતલની રાત : ભાજપ-કોંગ્રેસ-આપ વચ્‍ચે પ્રતિષ્‍ઠાભર્યો જંગ

રૂપિયા લીધાના આક્ષેપો : દારૂ ઉપર જનતા રેડ સહિતના મુદ્દા પણ ભારે ચર્ચામાં જનાદેશ કોના તરફી આવશે ? ભારે ઉત્તેજના

(યાસીન બ્‍લોચ દ્વારા) વિસાવદર, તા.૧૮ : વિસાવદર વિધાનસભા પેટા ચૂંટણી આવતીકાલ તા.૧૯ના યોજાનાર છે. આજે કતલની રાત છે ત્‍યારે રાજકીય પક્ષના લોકો દ્વારા એડીચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે. મતદારો પોતાની તરફેણમાં મત આપે એ માટે સામ, દામ, દંડ ભેદ સહિતના નુસખાઓ અજમાવવામાં આવે એવી ચારેકોર ચર્ચા છે. ચૂંટણી પૂર્વેનીં આખરી રાતે મતદારોને તરફેણમાં કરવા ‘સામ, દામ, દંડ, ભેદ'ની શકયતા વિશેષ જોવાઈ રહી છે.

સમગ્ર રાજ્‍યમાં ચર્ચાનું કેન્‍દ્રબની રહેલી વિસાવદર વિધાનસભા - પેટાચૂંટણી માટે તા.૧૯ના ૨૯૪ મતદાન મથકો પર મતદાન થશે. ચૂંટણી તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. હવે આજે મતદાન પૂર્વેની અંતિમ રાત છે. આ રાતને કેતલની રાત તરીકે ઓળખવામાં આવે છે. જાહેર ચૂંટણી પ્રચારના પડઘમ શાંત થઈ ગયા છે. રાજકીય પક્ષના લોકો ડોર ટુ ડોર પ્રચાર કરી એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે. હવે મતદારો પોતાનો ચુકાદો કોની તરફેણમાં આપે છે એ તા. ૨૩ના મતગણતરી બાદ સ્‍પષ્ટ થઈ જશે.

આગલા દિવસે કોંગ્રેસના આગેવાનેજ પોતાને રુપિયાની ઓફર કરી છત્તાં ઇટાલીયાએ વીડિયોમાં ભાજપ સામેજ આક્ષેપો કર્યા...

 કોંગ્રેસે આપના મહામંત્રીને રકમ આપતી હોય એવો વીડિયો ઉતાર્યો...

કોંગ્રેસનો સવાલ...વિકમા કયા રૂમમાં ગયો અને કયાંથી રૂપિયા લઈને બહાર આવ્‍યો એ કયાં દેખાય છે? વિસાવદરની પેટા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના એક હોદ્દેદારને રૂપિયાની લાલચ આપી આપમાંથી રાજીનામું તેમજ ઇટાલીયા વિરૂદ્ધનો વિડિયો બનાવીને વાયરલ કરવા માટે બે લાખ રૂપિયા આપ્‍યાનો વિડીયો ખુદ આપના ઉમેદવાર ગોપાલ ઇટાલીયાએ છે. વિડિયો એવો આક્ષેપ તાલુકા હરદેવભાઈ વિકમાને ભાજપે લાલચ આપીને ફોડવાની કોશીષ કરી. પણ વિકમાએ મને જાણ કરી દીધી એટલે ભાજપને ખુલ્લો પાડવા મેં આ લાઇવ સ્‍ટીંગ ઓપરેશન કર્યું છે. જોકે, હરદેવ વિક્‍માએ ચૂંટણી અધિકારીને કરેલી લેખિત ફરીયાદમાં રૂપિયા કોંગ્રેસે આપ્‍યા હોવાનો આક્ષેપ કર્યો છે. આખો વિડીયો બનાવ્‍યા બાદ ઇટાલીયા વિસાવદરના પ્રાંત અધિકારીની કચેરીએ પહોંચ્‍યા હતા અને વિસાવદરની હોટલ સાયોના ગોલ્‍ડમાં તપાસ કરી તમામ સીસી ટિવી ફૂટેજ ચેક કરી રૂપિયા આપવા પાછળ કોની ભૂમિકા છે એ બહાર લાવવા માંગણી કરી છે. આ અંગે હરદેવભાઈ વિકમાએ ચૂંટણી અધિકારીને લેખિતમાં આપી મહેન્‍દ્ર ડોબરીયાએ પોતાને ફોન કરીને લેરીયા ગામે બોલાવી પૈસા લઈને કોંગ્રેસનો પ્રચાર કરવા જણાવ્‍યું છે. સાથે ડોબરીયાને ઘેર લલિત વસોયા અને બીજા ૩ લોકો હાજર હોવાનું જણાવ્‍યું છે.

 રાજુકરપડાની ટીમે દારૂની જનતા રેડ કરી...‘આપ'ના રાજુ કરપડા સહિતનાએ કથિત જનતા રેડી કરી એક વાડીમાં પોલીસ સાથે પહોંચીને ત્‍યાં રહેલા દારૂનો વિડિયો બનાવી વાયરલ કર્યો હતો. બાદમાં ગોપાલ ઈટાલીયા પણ ત્‍યાં પહોંચ્‍યા હતા. અને વાડી ભાજપના એક આગેવાનના ભત્રીજાની હોઈ એ દારૂ ભાજપના ઉમેદવારે મતદારોને આપવા માટે લવાયો હોવાનો આક્ષેપ કર્યો હતો.

હોટલમાં કોંગ્રેસને મતની અપીલ કરતો વીડિયો બનાવડાવ્‍યોઃ વિકમા

ફરીયાદમાં હરદેવ વિકમાએ જણાવ્‍યું છેકે, પોતે હોટેલ સાયોના ગોલ્‍ડમાં પહોંચ્‍યો ત્‍યાં કોંગ્રેસના લલિત વસોયાએ પોતાને બે લાખ આપવાનું કહી કોંગ્રેસના ઉમેદવારને મતની અપીલ કરતો વિડિયો બનાવવા કહ્યું હતું. ત્‍યાર બાદ વીડિયો બનાવ્‍યો હતો.

વિસાવદર ચૂંટણીમાં મતદારોમાં પર્યાવરણ જાગળતિનો પ્રયાસ : આંબા, આસોપાલવનાં તોરણથી ૧૫ ગામોનાં ૨૯ બૂથ સુશોભિત કરાશે.

વિસાવદર વિધાનસભા પેટા ચૂંટણી માટે ગુરૂવારે મતદાન થનારું છે. મતદાર પર્યાવરણ પ્રત્‍યે જાગળત તાલુકાના ગામોમાં આવેલા ૨૯ મતદાન મથકો પર આંબા, આસોપાલવના તોરણ, કુંડા રાખી સુશોભિત કરી બૂથ બનાવવામાં તંત્ર દ્વારા મતદાન જાગળતિ માટે અનેક કાર્યક્રમો કરવામાં આવ્‍યા છે. મતદારો મતદાન ઉપરાંત પર્યાવરણના જતન અંગે પણ જાગળત વિસાવદર, અને જૂનાગઢ ગ્રામ્‍ય ત્રણ તાલુકાના મથક તૈયાર કરાશે. વડાલ, વિજાપુર, નવા પીપળીયા, પાતાપુર, નવાગામ, વિશળ હડમતીયા, બરવાળા, કનકાઈ મથકમાં સંદેશાવ્‍યવહાર માટે વાયરલેસ સેટ વપરાશે. ગીર જંગલમાં વસતા ૧૨૨ મતદારો માટે શેડો મતદાન ઉભું કરવામાં આવ્‍યું છે. આ મથક પર લીલાપાણી, સુવરડી અને ગોરડવાળા નેસના માલધારીઓ મતદાન કરશે. સંદેશાવ્‍યવહાર વાયરલેસ સેટનો ઉપયોગ થશે. જિલ્લામાં સૌથી ઓછા મતદાર ધરાવતું મથક આ છે. ગોરવિયાળી, ચુડા, સરદારપુર, રાવણી કુબા, વિસાવદર, કાલસારી, ઘોડાસણ અને લાલપુર મતદાન આંબા, આસોપાલવના તારા, ફૂલનાં કુંડા અખી સુશોભિત કરવામાં આવશે અને બુથ પર વળક્ષારોપણ કરવામાં આવશે.

વિસાવદર મતવિસ્‍તારના ૨૯૪ મતદાન મથકો માટે બાયોડીગ્રેડેબલ પ્‍લાસ્‍ટિકનો ઉપયોગ કરવામાં આવશે. મતદાન પ્રક્રિયા માટે ઈવીએમ, વીવીપેટ ૧૬૨ પ્રકારની ચૂંટણીલક્ષી સ્‍ટેશનરી સામગ્રી પોલિંગ સ્‍ટાફને બાયોડીગ્રેડેબલ પ્‍લાસ્‍ટિકની બેગમાં આપવામાં આવશે. ૨૯૪ મતદાન મથકોમાં ચૂંટણી સામગ્રી રાખવા બાયોડિગ્રેડેબલ પ્‍લાસ્‍ટિકનો વપરાશ કરાશે.

વિસાવદર પેટા ચૂંટણી માટે આજે ઈવીએમ સોંપાશે..આજે પોલિંગ સ્‍ટાફ ૨૯૪ મતદાન મથકે પહોંચી જશે..વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણી માટે આજે શૈક્ષણિક સંકુલ ખાતે સ્‍ટ્રોંગ રૂમમાંથી ચૂંટણી ફરજ પર સાંજથી પ્રચાર પડઘમ શાંત થયા છે. ૨૯૪ મતદાન રહેલા ૧૨૯૨ કર્મચારીઓને બુથ વાઈઝ ઇવીએમ આપવામાં આવશે.આ મથકોમાં મતદાન થવાનું છે. આવતીકાલે માંડાવાડ ૩૪ ઝોનલ ઓફિસરોની નિયુક્‍તિ, વરસાદી વાતાવરણના કારણે ૪૮ રૂટ પર સૌપ્રથમવાર ઇવીએમ ઝીપ બેગમાં લઈ જવાશે

રાજકીય એપી સેન્‍ટર ધરાવતી આ બેઠકમાં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ત્રણેય વચ્‍ચે ત્રિકોણીયો જંગ છે. ૨૯૪ મતદાન મથકોમાં ૨.૬૧ લાખ મતદારો તેના મતાધિકારનો ઉપયોગ કરશે. આવતીકાલે સવારેચુસ્‍ત બંદોબસ્‍ત સાથે ચૂંટણી ફરજ પર રહેલા ટ્ટ ૧૩૨૩કર્મીઓમાંડાવડ શૈક્ષણિક સંકુલ ખાતેથી ઈવીએમની ફાળવણી કરાશે. બે દિવસમાં વિસાવદરમાં વરસાદ વરસી ગયો છે જેથી વરસાદી વાતાવરણના કારણે તંત્ર દ્વારા ઈવીએમને ૨૯૪ મતદાન બુથ સુધી લઈ જવા કુલ ૪૮ રૂટ પર વાહનોની ફાળવણી કરવામાં આવી છે. ૩૨૩ પ્રિસાઇડિંગ ઓફિસર, ૩૨૩ પોલિંગ અધિકારી, મહિલા અને પુરૂષ પોલિંગ ઓફિસર સહિત કુલ ૧૨૯૨ કર્મીઓને ચૂંટણી ફરજ પર રખાયા છે. ૩૪ઝોનલ ઓફિસરોની નિયુક્‍તિ કરવામાં આવી છે. કુલ ૪૮ રૂટ પર વાહનોની ફાળવણી કરવામાં આવી  છે. આવતીકાલે સવારે બે તબક્કામાં કર્મચારીઓને બુથ વાઈઝ ઇવીએમ  સોપવામાં આવશે. વરસાદની  સંભાવનાના કારણે તંત્ર દ્વારા સ્‍ટ્રોંગ  રૂમથી મતદાન બુથ સુધી વિશેષ તકેદારી અને વ્‍યવસ્‍થા કરવામાં આવી છે. સૌપ્રથમવાર ઝીપ બેગમાં ઇવીએમ લઈ જવાશે.

વિસાવદર વિધાનસભા ચૂંટણીની તૈયારી પ્રત્‍યેક મતદાન મથકે ૧૬૨ પ્રકારની સ્‍ટેશનરી વપરાશે.

વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીની ઈવીએમ વીવીપેટ સહિતની કામગીરીઓ પૂર્ણ કરવામાં આવી છે. પ્રત્‍યેક મતદાન મથક પર ૧૬૨ પ્રકારની સ્‍ટેશનરીનો ઉપયોગ કરવામાં આવશે.

ચૂંટણી તંત્ર દ્વારા ઈવીએમ, વીવીપેટ સહિતની કામગીરીઓ પૂર્ણ કરવામાં આવી છે.આ સામગ્રીમાં સ્‍પેશ્‍યલ ટેગ, વિવિધ પ્રકારના ફોર્મ, પ્રીસાઈડીંગ ઓફિસરની હેન્‍ડબુક ગુજરાતી અને અંગ્રેજીમાં, ગુલાબી, સફેદ, વાદળી, પીળા, બ્રાઉન એવા વિવિધ પ્રકારના કવર, ડમી બેલેટ પેપર, મત કુટીર, સ્‍ટેમ્‍પ પેડ, ગમ, લાખ, મીણીયા દોરા, બ્‍લેડ, સિલિંગ ટેપ, કાર્બન પેપર, ટાંકણી, સેફટી પેન, અવિલોપ્‍ય શાહી, સુતરી, જાડી દોરી, ચોક સ્‍ટીક, મતદાન એજન્‍ટ પ્રવેશ પાસ સહિતનો સમાવેશ થાયછે. આ ઉપરાંત વિવિધ પ્રકારના પત્રકો, રિપોર્ટ, મતદાન  માહિતી દર્શક બોર્ડ, શેડો રજીસ્‍ટર, ખર્ચ રજિસ્‍ટર, ૧૬ પ્રકારના સાઈન બોર્ડનો ઁ સમાવેશ થાય છે.

વિસાવદર ચૂંટણીનો માહોલ ચરમસીમાએ છે ત્‍યારે વરસાદનાં આગમનથી મતદાન પર અસર થવાની શકયતા વરસાદની સિઝન શરૂ થઈ ગઈ છે. છેલ્લા બે દિવસથી વિસાવદર પંથકમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. વરસાદના કારણે વિધાનસભાની પેટા ચૂંટણીના મતદાન પર અસર થાય તેવી શકયતાઓ જોવા મળી રહી છે. ચૂંટણી પંચ દ્વારા ચોમાસાની સિઝનમાં ચૂંટણીની પ્રક્રિયા કરવામાં આવતી નથી પરંતુ આ વખતે ચોમાસામાં જ ચૂંટણીનું આયોજન કરવામાં આવતા મતદારો અને ચૂંટણીનો સ્‍ટાફ મુશ્‍કેલીમાં મુકાય તેવી શકયતાઓ છે. પક્ષો, ઉમેદવારો, મતદારો, તંત્રમાં ચિંતાનું મોજું, ઓછું મતદાન પરિણામ બદલી પણ શકે ગુજરાતના રાજકારણમાં મુખ્‍ય,આગેવાનો, કાર્યકરો, ઉમેદ્વારો, મતદારો અને ચૂંટણી તંત્રને પણ ચિંતામાં મુકી દીધા છે.

વિસાવદર વિધાનસભાની ચૂંટણીના મતદાન પૂર્વે જોરશોરથી વરસાદનું આગમન થતા રાજકીય પક્ષો, ઉમેદવારો, મતદારો, ચૂંટણી તંત્ર અચંબામાં મુકાયું છે. ચૂંટણીના સ્‍ટાફને ઈવીએમ મશીન સહિતની સામગ્રી લઈ મતદાન મથકો સુધી પહોંચાડવામાં મુશ્‍કેલી પડે તેવી શકયતાઓ છે. આ ઉપરાંત અનેક મતદાન મથકોમાં પાણી ટપકે તેવી પણ સંભાવનાઓ રહેલી છે. મતદાનની સામગ્રીને વરસાદની અસર ન થાય તે પણ એક ચિંતાનો વિષય છે. રાજકીય પક્ષો તથા ઉમેદવારોમાં ચિંતા છે કે, વરસાદના કારણે ઓછું મતદાન થશે તો પરિણામ પર તેની અસર થાય તો નવાઈ નહી. મતદારોમાં પણ ચિંતા છે કે, લોકશાહીના પર્વમાં વાવણી સહિતની કામગીરી કરવી કે મતદાન કરવું? તે વિટંબણા છે. ચોમાસાની સિઝનમાં મોટાભાગે ચૂંટણી યોજાતી નથી. ભાગ્‍યે જ ચોમાસામાં ચૂંટણી પ્રક્રિયા થતી હોય છે. છેલ્લા બે દિવસથી વિસાવદર વિધાનસભા વિસ્‍તારમાં વરસાદનું આગમન થઈ ગયું છે. હજુ પણ વરસાદી વાતાવરણ યથાવત હોવાથી મતદાન પર તેની અસર થાય તેમ છે. વરસાદના કારણે ઓછું મતદાન થાય તો પરિણામ પણ બદલી શકે તેવું રાજકીય તજજ્ઞો અનુમાન લગાવી રહ્યા છે. હાલ વિસાવદર વિધાનસભાની ચૂંટણીનો માહોલ ચરમ સીમાએ છે. ચૂંટણીનો ખરાખરીનો જંગ જામી ગયો છે તેવા સમયે જ વરસાદે રાજકીય પક્ષોના જીવ ઉચ્‍ચક કર્યા છે.

(1:43 PM IST)