તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Wednesday, 18th June 2025
વેરાવળ જઇ રહેલ ૬૦ લાખનો દારૂ ઝડપાયો
જુનાગઢ પોલીસે ટ્રકને ઝડપી લઇ પરપ્રાંતિય ચાલકની કરી ધરપકડ

જુનાગઢ તા. ૧૮ :.. અમુક ઇસમોએ બહારના રાજ્યમાંથી વિદેશી દારૂનો જથ્થો મંગાવેલ છે અને આ જથ્થો ટ્રક રજી.નં. જીજે-૧૫-વાયવાય-૬૪૧૬ માં છુપાવીને મંગાવેલ છે. જે ટ્રક વડાલ ગામ તરફથી વાયા જુનાગઢ થઇ વેરાવળ ખાતે જવાનો છે તેવી હકિકત મળતાં જે અન્વયે ભેસાણ ચોકડી પહેલા જુનાગઢ જુના જકાતનાકા પાસે ે વોચમાં હાજર હતા. દરમ્યાન હકિકત વાળો રજી. નંબર વાળો ટ્રક વડાલ ગામ તરફથી આવતા સદરહુ ટ્રકને રોકાવી ટ્રકને કોર્ડન કરી ચાલક અનિલકુમાર સ/ઓ મહેન્દ્રસિંગ મોતીરામ જાટ, રહે. અસૌધા તોડરણ, તા.બહાદુરગઢ જી. ઝઝર રાજય-હરીયાણા વાળો ઇસમ હાજર મળી આવતા પકડી પાડી ટ્રકની કેબીન અંદર પાછળના ભાગે સીટ મઢેલ હોય. જે સીટ હટાવી જોતા એક પતરૂ બોલ વડે ફીટ કરેલ હોય. જેથી બોલ ખોલી આ પતરૂ હટાવતા બોગીમાં અંદર જવાનો રસ્તો હોય અને અંદરના ભાગે તપાસતા કોથળા તથા અલગ-અલગ બ્રાન્ડનો વિદેશી દારૂનો જથ્થો મળી આવતા તમામ મુદામાલ કબ્જે કરી જૂનાગઢ તાલુકા પો.સ્ટે. માં રજી. કરાવવામાં આવેલ.
હાજર નહિ મળી આવેલ આરોપીએ (૨) મનીષ (૩) વેરાવળ ખાતે દારુ મંગાવનાર ઇસમની શોધખોળ હાથ ધરી છે. કુલ બોટલ - ૧૯૯૨૦ કિ.રૂા. ૬૦,૩૬,૮૦૦/-
(૨) ટાટા ટ્રક જીજે-૧૫-વાયવાય-૬૪૧૬ કિ.રૂા. ૧૫,૦૦,૦૦૦/ (૩) મોબાઇલ ફોન નંગ-૧ કિ.રૂા. ૧,૦૦૦/- (૪) રોકડા રૂા. ૭૨૫૦/ કુલ મુદામાલ કિ.રૂા. ૭૫,૪૫,૦૫૦/- કબ્જે કરેલ છે.
ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઇન્સ. જે.જે.પટેલ તથા પો.સબ.ઇન્સ. ડી.કે.સરવૈયા, ડી.કે.ઝાલા તથા એ.એસ.આઇ. સામતભાઇ બારીયા, નિકુલ એમ.પટેલ, વિજયભાઇ બડવા તથા પો.હેડ.કોન્સ. ઈન્દ્રજીતસિંહ ઝાલા, જીતેષ મારૂ, મહેન્દ્રભાઈ ડેર, યશપાલસિંહ જાડેજા તથા પો.કોન્સ. ચેતનસિંહ સોલંકી, દિપકભાઈ ચોહાણ તથા ડ્રા.પો.કોન્સ. વનરાજભાઇ ચાવડા વિગેરે પોલીસ સ્ટાફએ સાથે રહી આ કામગીરી કરેલ છે.
(1:42 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
