તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Wednesday, 18th June 2025
મંગળવારે સવારથી છેલ્લા ૨૪ કલાકમાં મોરબી જીલ્લામાં વધુ એકથી અઢી ઈંચ વરસાદ
માળીયા મિયાણામાં સૌથી વધુ ૬૮ મીમી, ટંકારામાં ૨૯ મીમી વરસાદ વરસ્યો

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી તા ૧૮: મોરબી જિલ્લામાં નૈઋત્યના ચોમાસાના પ્રારંભ સાથે જ મેઘરાજાએ છેલ્લા બે દિવસથી અવિરત હેત વરસાવતા પ્રથમ રાઉન્ડમાં જ મોસમના કુલ વરસાદના ૨૭ ટકાથી વધુ સરેરાશ વરસાદ વરસી ગયો છે. છેલ્લા ૨૪ કલાકમાં જિલ્લાના એકથી અઢી ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો જેમાં માળીયા મિયાણામાં સૌથી વધુ ૬૮ મીમી અને ટંકારામાં સૌથી ઓછો ૨૯ મીમી વરસાદ નોંધાયો હતો.
રાજ્યમા ૧૬ જુનથી સતાવાર રીતે ચોમાસુ બેસી ગયા બાદ મારબા જિલ્લામાં બે દિવસથી સતત વરસાદ વરસી રહ્યો છે. આજે બુધવારે સવારે પુરા થતા ૨૪ કલાક દરમિયાન મોરબી જિલ્લાના પાંચેય તાલુકામાં મેઘમહેર થઈ હતી જેમાં ટંકારામાં ૨૯ મીમી, માળીયા (મી)માં ૬૮ મીમી, મોરબીમાં ૫૯ મીમી, વાંકાનેરમાં ૫૬ મીમી અને હળવદમાં ૬૬ મીમી વરસાદ વરસ્યો હોવાનું જિલ્લા ફ્લડ કંટ્રોલરૂમના સતાવાર સૂત્રોએ જાહેર કર્યું હતું.
મોરબી જિલ્લામાં છેલ્લા ૨૪ કલાકમાં નોંધાયેલ વરસાદ.
ટંકારા ૨૯ મીમી, માળીયા (મી) ૬૮ મીમી, મોરબી ૫૯ મીમી
વાંકાનેર ૫૬ મીમી, હળવદ ૬૬ મીમી
મોરબી જિલ્લામાં મોસમનો કુલ વરસાદ.
ટંકારા ૧૫૪ મીમી, માળીયા (મી) ૧૧૯ મીમી, મોરબી ૧૮૬ મીમી
વાંકાનેર ૧૬૯ મીમી
(1:33 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
