<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 18th June 2025

મચ્‍છુ-૩ ડેમમાં પાણીની આવક વધતા રાત્રીના ૧૧ વાગ્‍યે ૩ દરવાજા ૫ ફૂટ ખોલવામાં આવ્‍યા

પાણીની આવક ૧૩૪૨૫ કયુસેક છે, ડેમ ૮૪.૨૧ ટકા ભરેલોઃ લેવલ જાળવી રાખવા ૧૩૪૨૫ કયુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે

( પ્રવીણ વ્‍યાસ દ્વારા ) મોરબી તા.૧૮: મચ્‍છુ-૩ ડેમમાં પાણીની આવક વધતા રાત્રીના ૧૧ વાગ્‍યે ૩ દરવાજા ૫ ફૂટ ખોલવામાં આવ્‍યા છે.

હાલ પાણીની આવક ૧૩૪૨૫ કયુસેક છે. ડેમ ૮૪.૨૧ ટકા ભરેલો હોવાથી તે લેવલ જાળવી રાખવા ૧૩૪૨૫ કયુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે.

ઉલ્લેખનીય છે કે ડેમના કેચ અપ એરિયામાં છેલ્લા ૨૪ કલાકમાં ચાર ઇંચ વરસાદ નોંધાયો છે. તેમ ડેમના અધિકારી દ્વારા જણાવાયુ છે.

(1:27 PM IST)