તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Wednesday, 18th June 2025
સુરેન્દ્રનગર જીલ્લાના ડેમોમાં મેઘરાજાનું વહાલ વરસયું ૪ ડેમો ઓવરફલોઃ ભાદરમાં વધુ સવા ફૂટ નવુ પાણી
ભાદરની સપાટી રર.૭૦ ફુટે પહોંચીઃ મચ્છુ-૧માં ૪ાા ફુટ તો મચ્છુ-ર માં સવા ત્રણ ફુટનો વધારો :રાજકોટ સહિત પ જીલ્લાના ર૬ ડેમોમાં ૦ાા થી ર૪ ફૂટ નવી જળ રાશી ઠલવાતા પ્રજા ભાવવિભોર

રાજકોટ તા. ૧૮ :.. રાજકોટ સહિત પ જીલ્લાના ર૬ ડેમોમાં ૦ાા થી ર૪ ફુટ નવી જળ રાશી મેઘરાજાએ ઠાલવી દેતા જગતનો તાત અને લોકો ભાવવિભોર બની ગયા છે, એમાં પણ ઝાલાવડ પંથકમાં અનરાધાર વહાલ વરસાવી ૪ ડેમો ઓવરફલો કરી દિધા છે, સુરેન્દ્રનગર જીલ્લાનું જળસંકટ ટાળી દિધુ છે, અને એકરાતમાં ૭૭.રપ ટકા પાણી ડેમોમાં સંગ્રાઇ ગયું છે.
રાજકોટના ભાદર ડેમમાં વધુ સવા ફુટ નવુ પાણી આવતા કુલ સપાટી રર.૭૦ ફુટે પહોંચી છે, તો મોરબીના મચ્છુ-૧ માં ૪ાા ફુટ અને મચ્છુ-ર માં સવા ત્રણ ફુટ નવા પાણીનો વધારો થયો છે.
રાજકોટ જીલ્લો
ડેમનું નામ છેલ્લા ર૪ કલાકમાં હાલની જીવંત
વધારો ફુટમાં સપાટી ફુટમાં
ભાદર ૧.રપ રર.૭૦
આજી-૧ ૦.ર૦ ર૩.૭૦
ન્યારી-ર ૦.૩૩ ૧પ.૬૦
ફાડદંગ બેટી ૪.૧૦ પ.૭૦
લાલપરી ૦.૬૬ ૧૦.પ૦
છાપરવાડી-ર ૧.૩૧ --
કર્ણુકી ૩.ર૮ ૮.ર૦
ઘેલા સોમનાથ ૩.૪૮ ર૦.૧૦
માલગઢ ૬.પ૬ ૧૪.૪૦
મોરબી જીલ્લો
મચ્છુ-૧ ૪.૪૦ રપ.૬૦
મચ્છુ-ર ૩.૧૮ ૬.૦૦
ડેમી-ર ૦.૮ર ૭.૭૦
ઘોડાધ્રોઇ ૯.પ૧ ૧૪.૪૦
બ્રાહ્મણી ૧ર.૮૯ ર૪.પ૦
બ્રાહ્મણી-ર ૧.૩૧ ૧ર.૩૦
જામનગર જીલ્લો
ઉમીયા સાગર ૦.૧૩ ૩.૧૦
દ્વારકા જીલ્લો
કાબરકા ૦.૩૩ ---
સુરેન્દ્રનગર જીલ્લો
વઢવાણ ભોગવો-૧ ૭.૦૦ ૧૭.૯૦ -છલોછલ
લીંબડી ભોગાવો-૧ ૯.૦૦ ર૦.૦૦ ઓવર ફલો
ફલકુ ૧૦.૦૧ ૮.૪૦
વાંસલ ર.૯પ ૮.૯૦ ઓવર ફલો
સબૂરી ૧૮.૦૪ ૧૯.૦૦ ઓવર ફલો
ત્રિવેણીઠાંત્રા ૧૪.૦૦ ૧૩.૯૦
લીંબડી ભોગાવો-ર ૩.૭૭ ૮.૦૦
નિંભણી ર૩.ર૯ ૧૩.૮૦
ધારી ૧૧.૪૮ ૧૧.પ૦
(12:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
