<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 18th June 2025

ગોંડલ પાસેથી ૯ર લાખનો દારૂ-બિયર ભરેલ ટ્રક-એલસીબીએ ઝડપી લીધો

વિદેશી દારૂની ૧પ,૮૧૬ બોટલ, બિયર ટીન ૧૯૯ર અને ટ્રક સહિત ૧,૦ર કરોડના મુદામાલ સાથે ડ્રાઇવરની ધરપકડઃ દારૂનો જથ્‍થો મોકલનાર સહિત ૪ સામે ગુન્‍હો નોંધાયો : દારૂ ભરેલ ટ્રક રાજકોટ-જુનાગઢ હાઇવે ઉપર ચડયા બાદ દારૂનો જથ્‍થો કોને પહોંચાડવાનો હતો તે સુચના મળે તે પૂર્વે જ ગોંડલ પાસેથી પકડાઇ ગયો

તસ્‍વીરમાં પકડાયેલ દારૂનો જથ્‍થો અને ટ્રક ડ્રાઇવર તથા ટ્રક નજરે પડે છે.

રાજકોટ, તા., ૧૮ :ગોંડલ પાસે રાજકોટ-નેશનલ હાઇવે ઉપર ભરૂડી ટોલનાકા પાસેથી ૯ર લાખના દારૂ-બીયર ભરેલ ટ્રક રૂરલ એલસીબીએ ઝડપી લઇ પકડાયેલ ડ્રાઇવર સહિત ચાર સામે ગુન્‍હો દાખલ કરી તપાસ હાથ ધરી છે. પોલીસે દારૂ અને ટ્રક સહિત ૧.૦ર કરોડનો મુદામાલ કબ્‍જે કર્યો છે.

રાજકોટ રેન્‍જના પોલીસ મહાનિરીક્ષક અશોકકુમાર યાદવ  તથા રાજકોટ ગ્રામ્‍ય જિલ્લાના પોલીસ અધિક્ષક હિમકર સીંહ  દ્વારા દારૂ-જુગારની પ્રવળતિ શોધી કાઢવા સુચના અને માર્ગદર્શન આપેલ હોય જે અન્‍વયે રાજકોટ ગ્રામ્‍ય એલ.સી.બી.ના પોલીસ ઇન્‍સ્‍પેકટર  વી.વી.ઓડેદરાના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. શાખાના પો.સબ.ઈન્‍સ. એચ.સી. ગોહીલ સ્‍ટાફના માણસો સાથે પ્રોહી જુગારની કામગીરીમાં હતા. તે દરમ્‍યાન પો.કોન્‍સ. ભાવેશભાઇ મકવાણાને મળેલ હકિકત આધારે ગોંડલ-રાજકોટ નેશનલ હાઇવે ઉપર વોચ ગોઠવી ૯ર લાખના દારૂ અને બિયર ભરેલ સાથે ડ્રાઇવર  સુરેશ માનારામ ખીલેરી જાતે.બીશ્રોઇ ઉ.વ.૩૨ સુરાવા પંચાયત, તેહસીલ.સાંચોર જીલ્લો.જાલોર રાજ્‍ય રાજસ્‍થાનને ઝડપી લીધો હતો.

રૂરલ એલસીબીએ પકડાયેલ ડ્રાઇવર અને વિદેશી દારૂનો જથ્‍થો મોકલનાર વિષ્‍ણુભાઇ ડાંગી રહે.ડુંગરપુર, બાંસવાડા (રાજસ્‍થાન)  જલંધર પંજાબ ખાતેથી વિદેશી દારૂનો જથ્‍થો ભરી આપનાર અજાણ્‍યો ઇસમ તથા  વિદેશી દારૂનો જથ્‍થો મગાવનાર ઇસમ સહિત ૪ સામે ગોંડલ તાલુકા પોલીસ મથકમાં ગુન્‍હો દાખલ કરાવ્‍યો હતો.

રૂરલ એલસીબીએ ટ્રકમાંથી  ભારતીય બનાવટની વિદેશી દારૂની અલગ-અલગ બ્રાન્‍ડની નાની મોટી કુલ બોટલો નંગ-૧૫.૮૧૬ જેની કિ.રૂ.૮૯,૦૨,૭૫૨/,  બીયર ટીન નંગ-૧૯૯૨ જેની કિ.રૂ.૩.૫૮,૫૬૦/- ટ્રક નંબર ણ્‍ય્‍લ્‍લ્‍સ્‍ ૫૫૨૦ કિ.રૂ.૧૦,૦૦,૦૦૦/-તથા મોબાઇલ ફોન નંગ-૨ કિ.રૂ.૧૦,૦૦૦/ મળી કુલ કિ.રૂ. ૧,૦૨,૭૧,૩૧૨/-નો મુદામાલ કબ્‍જે કર્યો હતો.

પોલીસ સુત્રોના જણાવ્‍યા મુજબ ટ્રક ડ્રાઇવરને રાજકોટ-જુનાગઢ હાઇવે ઉપર ચડયા બાદ દારૂનો જથ્‍થો કયાં પહોંચાડવાનો હતો તે સુચના મળે તે પુર્વે જ ગોંડલ પાસેથી દારૂ ભરેલ ટ્રક ઝડપી લેવાયો હતો.

આ કામગીરીમાં એલ.સી.બી. રાજકોટ ગ્રામ્‍યના પો.ઇન્‍સ. શ્રી વી.વી.ઓડેદરા તથા પો.સબ.ઇન્‍સ.શ્રી એચ.સી.ગોહીલ તથા એલ.સી.બી. શાખાના એ.એસ.આઇ. ઇન્‍દ્રસિંહ જાડેજા, જયવિરસિંહ રાણા, બાલકળષ્‍ણભાઇ ત્રીવેદી, અમીતસિંહ જાડેજા તથા પો.હેડ કોન્‍સ. અનિલભાઇ ગુજરાતી, ભગીરથસિંહ જાડેજા, મનોજભાઇ બાયલ, રસીકભાઇ જમોડ, ઘનશ્‍યામસીંહ જાડેજા તથા પો.કોન્‍સ મહિપાલસિંહ ચુડાસમા, ભાવેશભાઈ મકવાણા વિગેરે જોડાયેલ હતા.

(11:44 AM IST)