News of Wednesday, 18th June 2025
હળવદથી સરા, થાન, ચોટીલાનો સંપર્ક ખોરવાયો
દિઘડીયા ગામ પાસે બ્રાહ્મણી નદીમા ભારે પાણીની આવક

(દીપક જાની દ્વારા) હળવદ, તા. ૧૮: હળવદ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ગઇકાલ રાત્રી થી સતત વરસાદ વરસી રહ્યો છે ત્યારે હળવદ તાલુકા ના દિઘડીયા ગામ પાસે થી પસાર થતી બ્રાહ્મણી નદી મા ઉપરવાસ ના વરસાદ ના લીધે મોટા પ્રમાણ માં પાણીની આવક શરૂ થઈ છે. ત્યારે પ્રતિ વર્ષ ની માફક આ વર્ષે પણ દિઘડીયા ગામ પાસે બ્રાહ્મણી નદી પર ના બેઠા પૂલ ઉપર ત્રણ ફૂટ પાણી પસાર થઈ રહ્યા હોવા થી આ રસ્તો વાહન વ્યવહાર માટે બંધ કરતા હળવદ થી સરા , થાન અને ચોટીલા તરફ જવા ના સંપર્ક ખોરવાયો છે.
રસ્તો બંધ થવા થી વિદ્યાર્થીઓ , વેપારીઓ અને ટ્રક મેમજ કાર ચાલકો ને બેઠા પૂલ ના બંને છેડા ઉપર જ વરસતા વરસાદે થોભી જવું પડ્યું છે. હળવદ શહેર અને ગ્રામ્ય વિસ્તારો માં ૪ થી ૬ ઇંચ જેટલું પાણી વરસી ગયું છે
(1:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
