તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Wednesday, 18th June 2025
સોરાષ્ટ્ર-કચ્છમાં મેઘરાજા મહેરબાનઃ વધુ ૧ થી ૮ ઇંચ વરસાદ
ત્રણ દિવસથી મેઘાવી માહોલ વચ્ચે વરસતો વરસાદઃ વરસાદની માત્રા અને વિસ્તાર પણ વધ્યોઃ અનેક જગ્યાએ વાવણીકાર્ય કરતા ખેડુતો :બરવાળા-૮, સાયલા-૬, બોટાદ- મુળી સાડા પાંચ, જોડીયા- સવા પાંચ, થાનગઢ- ઉમરાળા સાડા ૪, વલ્લભીપુર-૪, ચુડા- પોરબંદર સાડા ૩, રાણપુરમાં સાડા ૩, હળવદમાં ૩ ઇંચ વરસાદ પડયો

રાજકોટ તા.૧૮: રાજકોટ સહિત સોૈરાષ્ટ્ર-કચ્છમાં હવે ચોમાસુ જામતુ જાય છે. અને છેલ્લા ૨-૩ દિવસથી વરસાદ વરસી રહયો છે. ગઇકાલે બોટાદ, ભાવનગર, ગિર સોમનાથ, અમરેલી જીલ્લામાં વરસાદ પડયા બાદ મોડી રાત્રીના બોટાદના બરવાળામાં ૮ ઇંચ, સુરેન્દ્રનગરના સાયલામાં ૬ ઇંચ, બોટાદ અને મુળીમાં સાડા પાંચ ઇંચ, જામનગરના જોડીયામાં સવા પાંચ ઇંચ, થાનગઢમાં સાડા ૪ ઇંચ, પોરબંદરમાં સાડા ૩ ઇંચ વરસાદ પડયો છે.
હવે ચોમાસુ જામતુ જાય છે અને વરસાદની માત્રા સાથે વરસાદનો વિસ્તાર પણ વધ્યો છે. અનેક જગ્યાએ વાવણી કાર્ય ખેડુતો કરી રહયા છે.
ભાવનગર જિલ્લાના ૭૪ ગામો વીજળીવિહોણા
(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગરઃ ચોમાસુ સીઝનના પ્રથમ વરસાદમાં ભાવનગર શહેર અને જિલ્લામાં જાહેર જનજીવન પ્રભાવિત બન્યું છે. ભાવનગર જિલ્લામાં ૨ થી ૧૫ ઈંચ જેટલા વ્યાપક વરસાદથી અનેક ગામોમાં વીજળી ગૂલ થઈ ગઈ છે. જિલ્લામાં ભારે વરસાદના કારણે ભાવનગર તાલુકાના ૫૭, મહુવા તાલુકાના ૪ અને પાલિતાણા તાલુકાના ૧૩ ગામો મળી હજુ ૭૪ ગામોમાં આજે બીજા દિવસે રાત્રીના વીજ પુરવઠો બંધ રહેતા અંધારપટ્ટ છવાયેલો જોવા મળ્યો હતો. જિલ્લામાં ભારે વરસાદથી પી.જી.વી.સી.એલ.ના ખેતીવાડીના ૧૬૭ ફિડર, જ્યોર્તિગ્રામના ૧૧ ફિડર અને ઇન્ડસ્ટ્રિયલના ૫ ફિડર મળી કુલ ૧૮૩ ફિડરમાં વીજ પ્રવાહ પૂર્વવત થઇ શકયો નથી. જિલ્લામાં ખોરવાયેલા વીજ વ્યવસ્થાપનને ફરીથી યોગ્ય કરવા PGVCL દ્વારા ૧૩૧ ટીમો કામે લગાડી છે.
ટંકારા
(જયેશ ભટ્ટાસણા દ્વારા)ટંકારાઃ મોરબી જિલ્લામાં ગત રાત્રીથી વરસાદી માહોલ જામ્યો હતો. ખાસ બપોરે અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. બપોરે ૨ થી ૪ વાગ્યા દરમિયાન માળિયામાં બે ઈંચ તો મોરબીમાં દોઢ ઇંચ વરસાદ પડ્યો હોવાનું સરકારી ચોપડે નોંધાયું છે. મોરબી - ૩૮ એમ એમ માળીયા - ૫૧ એમ એમ ટંકારા-૯ એમ એમ વાંકાનેર - ૮ એમ એમ હળવદ - ૩ એમ એમ આ સાથે હળવદમા સવારથી સાંજે ચાર વાગ્યા સુધી ૫૯ મિમી વરસાદ નોંધાયો છે.
છેલ્લા ર૪ કલાકમાં પડેલ વરસાદના આંકડા નીચે મુજબ છે.
સુરેન્દ્રનગર
ધ્રાંગધ્રા ૧૮ મી. મી.
દસાડા ર મી. મી.
લખતર ૧૭ મી. મી.
વઢવાણ પ૭ મી. મી.
મુળી ૧૩પ મી. મી.
ચોટીલા પ૭ મી. મી.
સાયલા ૧૬૦ મી. મી.
ચુડા ૯૬ મી. મી.
લીલીયા ૩૪ મી. મી.
થાનગઢ ૧ર૧ મી. મી.
જામનગર
જામનગર ૪૪ મી. મી.
જોડીયા ૧૩૩ મી. મી.
ધ્રોલ ૩પ મી. મી.
કાલાવડ ૩૪ મી. મી.
લાલપુર ૧૬ મી. મી.
જામજોધપુર ર૧ મી. મી.
ભાવનગર
વલ્લભીપુર ૧૧પ મી. મી.
ઉમરાળા ૧ર૧ મી. મી.
ભાવનગર ૪૦ મી. મી.
ઘોઘા ૧૬ મી. મી.
શિહોર ૬૪ મી. મી.
ગારીયાધાર ૧ર મી. મી.
પાલીતાણા ૪ મી. મી.
તળાજા ૪ મી. મી.
પોરબંદર
રાણાવાવ ૪૮ મી. મી.
કુતિયાણા રર મી. મી.
પોરબંદર ૮૯ મી. મી.
મોરબી
ટંકારા ર૯ મી. મી.
માળીયા-મિંયાણા ૬૮ મી. મી.
મોરબી પ૯ મી. મી.
વાંકાનેર પ૬ મી. મી.
હળવદ ૬૬ મી. મી.
ગીર સોમનાથ
ગીરગઢડા ર૭ મી. મી.
તાલાળા પ૯ મી. મી.
વેરાવળ ૩૯ મી. મી.
સુત્રાપાડા પ૯ મી. મી.
કોડીનાર પ૭ મી. મી.
ઉના ૬૧ મી. મી.
કચ્છ
અંજાર ૧૮ મી. મી.
અબડાસા ૪૭ મી. મી.
ગાંધીધામ પ મી. મી.
નખત્રાણા ૧૩ મી. મી.
ભુજ ૪ મી. મી.
ભચાઉ ૪ મી. મી.
મુંદ્રા ૧ર મી. મી.
માંડવી ૧૭ મી. મી.
રાપર ૩ મી. મી.
લખપત ર૮ મી. મી.
દેવભૂમિ દ્વારકા
દ્વારકા ૪૪ મી. મી.
ખંભાળીયા ૪૧ મી. મી.
કલ્યાણપુર પર મી. મી.
ભાણવડ ૧૧ મી. મી.
રાજકોટ
પડધરી ૧૭ મી. મી.
ધોરાજી ર મી. મી.
જેતપુર ૮ મી. મી.
રાજકોટ ૩૧ મી. મી.
લોધીકા રર મી. મી.
કોટડા સાંગાણી ૪ મી. મી.
જસદણ ર મી. મી.
જામકંડોરણા ર મી. મી.
વિંછીયા ૧ મી. મી.
અમરેલી
બાબરા ૩ મી. મી.
લાઠી ર૪ મી. મી.
લીલીયા ર૦ મી. મી.
અમરેલી ૬ મી. મી.
બગસરા ર મી. મી.
જુનાગઢ
માણાવદર ૪ મી. મી.
વંથલી ૩ મી. મી.
જુનાગઢ ૧ મી. મી.
ભેંસાણ ૧૭ મી. મી.
મેંદરડા ૧૮ મી. મી.
કેશોદ ૧૩ મી. મી.
માંગરોળ ૪૧ મી. મી.
માળીયા હાટીના ર૬ મી. મી.
(1:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
