<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 18th June 2025

ચોટીલાના ચિરોડામાં ૪૧ વર્ષના લવજીભાઇ સોરાણીનું હૃદય ધબકારા ચુકી જતાં મૃત્‍યુ

સુરેન્‍દ્રનગરના પાણીપુરીના ધંધાર્થી ૨૦ વર્ષના વિકાસનું બેભાન હાલતમાં મોત

 

 

 

રાજકોટ તા. ૧૮: હૃદય રોગના હુમલાથી મોતની વધુ એક ઘટના બની છે. જેમાં એકતાલીસ વર્ષના યુવાનનું મોત થયું છે. બીજા બનાવમાં બેભાન હાલતમાં વીસ વર્ષના યુવાનનું મૃત્‍યુ થયું હતું.

જાણવા મળ્‍યા મુજબ ચોટીલાના ચિરોડા ગામે રહેતાં લવજીભાઇ અણદાભાઇ સોરાણી (ઉ.વ.૪૧) વહેલી સવારે એકાએક બેભાન થઇ ઢળી પડતાં સુરેન્‍દ્રનગર સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ દમ તોડી દીધો હતો. હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે સ્‍થાનિક પોલીસને જાણ કરી હતી. મૃત્‍યુ પામનાર લવજીભાઇ ચાર ભાઇ અને ત્રણ બહેનમાં છઠ્ઠા હતાં અને ખેત મજુરી કરી ગુજરાન ચલાવતાં હતાં. સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી  છે. હાર્ટએટેક આવી ગયાનું સગાએ કહ્યું હતું.

બીજા બનાવમાં  સુરેન્‍દ્રનગરમાં દેસળ ભગતની વાવ પાસે એંસી ફુટ રોડ પર રહેતો વિકાસ શિવસિંગ કુશવાહા (ઉ.વ.૨૦) ઘરે બેભાન થઇ જતાં સારવાર માટે સુરેન્‍દ્રનગર અને ત્‍યાંથી રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયો હતો. પરંતુ અહિ દમ તોડી દેતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. વિકાસ ત્રણ ભાઇ અને ત્રણ બહેનમાં વચેટ હતો અને પાણીપુરી વેંચી ગુજરાન ચલાવતો હતો. ટીબીની અસર હોવાનું સગાએ કહ્યું હતું.

(10:53 AM IST)