તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Wednesday, 18th June 2025
ટંકારા-તાલુકામાં વાવણીલાયક વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ
આકાશ માંથી પાંચ દિવસ અવિરત કાચું સોનું વરસ્યુ : સરકારી ચોપડે ગઈ કાલે એક ઈચ સાથે સિઝનનો કુલ વરસાદ 154 એમ એમ છ ઈચં નોંધાયો

(જયેશ ભટ્ટાસણા દ્વારા) ટંકારા તા.૧૮ : ટંકારામાં અને આસપાસના વિસ્તારોમાં ચાલુ અઠવાડિયામાં ચોમાસાના આગમન સાથે વાવણીલાયક સારો વરસાદ થતાં ખેડૂતોમાં ખુશીની લહેર છવાઈ છે. લાંબા સમયથી વરસાદની રાહ જોતા ખેડૂતોને આ વરસાદે રાહત આપી છે, અને હવે તેઓ ખેતરોમાં વાવણીની તૈયારીઓમાં ઉત્સાહથી જોતરાઈ ગયા છે.
સ્થાનિક ખેડૂત દામજીભાઈ ભાલોડિયાએ જણાવ્યું, "આ વરસાદથી ખેતરોમાં ભેજ આવ્યો છે, જે કપાસ અને મગફળી જેવા પાકોની વાવણી માટે ખૂબ જ ઉપયોગી છે. અમે હવે પૂરા જોશ સાથે વાવણી શરૂ કરીશું.
આ વરસાદે ન માત્ર ખેતીને લગતી આશાઓ જગાવી છે, પરંતુ ગામડાઓના પાણીના સ્તરોમાં પણ સુધારો થવાની સંભાવના છે. ટંકારાના ખેડૂતો હવે સારા ઉત્પાદનની આશા સાથે ચોમાસાની મોસમનું સ્વાગત કરી રહ્યા છે.
ટંકારા મામલતદાર કચેરી ખાતે શરૂ થયેલા ફલડ કંટ્રોલ રૂમમાં ગઈ કાલે 17 જુને વધુ એક ઈચ કાચુ સોનુ વરસ્યા ની નોધ સાથે સિઝનનો કુલ વરસાદ 154 મીમી થયો છે. ધણા વિસ્તારમાં પાણી ભરાવવાની સમસ્યા પણ ઉદ્ભવી છે.
(9:29 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
