તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 17th June 2025
મોરબીમાં ભારે વરસાદના અસરગ્રસ્તોને ગરમ ભોજન કરાવતુ યંગ ઇન્ડિયા ગ્રુપ.
સતત વરસાદના કારણે ઝૂંપટપટ્ટી સહિતના વિસ્તારોમાં અસંખ્ય સામાન્ય પરિવારને ભોજન બનાવવું મુશ્કેલ હોવાથી આવા સંકટ સમયે કોઈ ભૂખ્યું ન સુવે તેવી નેમ સાથે તમામ અસરગ્રસ્તોની જઠરાગ્નિ ઠારી.

( પ્રવીણ વ્યાસ દ્વારા ) મોરબી શહેરમાં છેલ્લા 24 કલાકથી અવિરત પડી રહેલા ભારે વરસાદે ઝૂંપડપટ્ટીઓ અને વંચિત વિસ્તારોના નાગરિકોનું જનજીવન ખોરવી નાખ્યું છે. આવી મુશ્કેલ પરિસ્થિતિમાં ભોજન બનાવવું અને ચૂલો પ્રગટાવવો સામાન્ય લોકો માટે અત્યંત મુશ્કેલ બની ગયું છે.તેથી આવા સંકટના સમયે મોરબી યંગ ઈન્ડિયા ગ્રુપ દ્વારા જરૂરિયાતમંદ પરિવારોને ગરમ અને પૌષ્ટિક ભોજનનું વિતરણ કરવાની પહેલ કરવામાં આવી છે, જેથી અસરગ્રસ્ત લોકોને તાત્કાલિક રાહત મળી શકે. જ્યાં સુધી ભારે વરસાદથી જનજીવન થાળે ન પડે ત્યાં સુધી આ ભારે વરસાદના તમામ અસરગ્રસ્તો ભોજનની સેવા આપવાની યંગ ઇન્ડિયા ગ્રુપે નેમ વ્યક્ત કરી છે.
(11:29 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
