તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 17th June 2025
જામનગર LCB ની મોટી સફળતા : 17 વર્ષથી લૂંટ-ધાડના ગુનામાં ફરાર આરોપી આખરે ઝડપાયો!
2008ના ધ્રોલ લૂંટ કેસનો મુખ્ય આરોપી અભેસિંગ બાંગડિયા મધ્યપ્રદેશથી પકડાયો : રાજકોટ રેન્જ IG અશોકકુમાર અને SP પ્રેમસુખ ડેલૂના માર્ગદર્શન હેઠળ જામનગર LCB દ્વારા કાર્યવાહી

(મુકુંદ બદીયાણી દ્વારા) : જામનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) એ એક મોટી સફળતા મેળવી છે, જેમાં 17 વર્ષથી ધાડ અને લૂંટના ગુનામાં વોન્ટેડ અને લિસ્ટેડ ફરાર આરોપીને આખરે ઝડપી પાડવામાં આવ્યો છે. રાજકોટ વિભાગના પોલીસ મહાનિરીક્ષક અશોકકુમાર અને પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલૂના સૂચના અને માર્ગદર્શન હેઠળ જામનગર LCB ના પોલીસ ઇન્સ્પેક્ટર વી.એમ. લગારીયા, પો.સ.ઇ. પી.એન. મોરી અને પો.સ.ઇ. સી.એમ. કાંટેલીયા તથા તેમની ટીમે આ કાર્યવાહી પાર પાડી છે.
શું હતો 2008નો બનાવ?
આ બનાવ વર્ષ 2008નો છે. ધ્રોલના લતીપુર ગામના રહેવાસી બાવનજીભાઈ પોપટભાઈ હાપલીયા રાત્રીના સમયે તેમના રહેણાંક મકાનમાં સૂતા હતા, ત્યારે કેટલાક અજાણ્યા ઇસમો લૂંટ કરવાના ઇરાદે મકાનમાં ઘૂસી ગયા હતા. તેમણે ફરિયાદીને ગંભીર ઇજા પહોંચાડી લૂંટ કરવાનો પ્રયાસ કર્યો હતો. આ લૂંટના પ્રયાસનો ગુનો ધ્રોલ પોલીસ સ્ટેશનમાં ગુ.ર.નંબર-47/2008 મુજબ IPC કલમ 395, 394, 114 હેઠળ નોંધાયો હતો. આ ગુનામાં કુલ છ આરોપીઓ પૈકી ચાર આરોપીઓની અગાઉ ધરપકડ કરવામાં આવી હતી, પરંતુ મુખ્ય આરોપી અભેસિંગ ધનજીભાઈ બાંગડિયા, રહે. બડાઈટાળા (આબુવા), તા. જોબટ, જિલ્લો-અલીરાજપુર (મધ્યપ્રદેશ) વાળો છેલ્લા 17 વર્ષથી ફરાર હતો.
બાતમી આધારે LCB નો સકંજો:
દરમિયાન, જામનગર LCB ના સ્ટાફના કાસમભાઈ બ્લોચ, દિલીપભાઈ તલાવડીયા અને હિતેન્દ્રસિંહ જાડેજાને બાતમી મળી હતી કે, 17 વર્ષથી ફરાર ચાલી રહેલો આરોપી અભેસિંગ ધનજીભાઈ બાંગડિયા ગુજરાત રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં સંતાતો ફરતો રહેતો હતો, અને હાલમાં તે જામનગર-રાજકોટ હાઈવે રોડ પર શેખપાટ ગામના પાટિયા પાસે હાજર છે. આ બાતમીના આધારે, LCB ટીમે તત્કાળ કાર્યવાહી કરીને આરોપી અભેસિંગ ધનજીભાઈ અનસિંગ બાંગડિયા (ઉં.વ. 45, ધંધો: ખેતમજૂરી, રહે. બડા ઇટાળા (આબુવા), તા. જોબટ, જિલ્લો-અલીરાજપુર (મધ્યપ્રદેશ), હાલે ઉંટવડ ગામ, તા. બાબરા, જિલ્લો-અમરેલી) ને દબોચી લીધો હતો.
આરોપીની કાયદેસર કાર્યવાહી કરીને તેને વધુ તપાસ અને કાયદેસરની કાર્યવાહી અર્થે ધ્રોલ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે.
આ કાર્યવાહીમાં પોલીસ ઇન્સ્પેક્ટર વી.એમ. લગારીયા, પો.સ.ઇ. પી.એન. મોરી અને પો.સ.ઇ. સી.એમ. કાંટેલીયા તેમજ LCB સ્ટાફના હરપાલસિંહ સોઢા, ભરતભાઈ પટેલ, નાનજીભાઈ પટેલ, દિલીપભાઈ તલવાડીયા, હિરેનભાઈ વરણવા, ધનશ્યામભાઈ ડેરવાળીયા, કાસમભાઈ બ્લોચ, હિતેન્દ્રસિંહ જાડેજા, અરજણભાઈ કોડીયાતર, મયુદીનભાઈ સૈયદ, ક્રિપાલસિંહ જાડેજા, નિર્મળસિંહ જાડેજા, ધર્મેન્દ્રસિંહ એન. જાડેજા, ભરતભાઈ ડાંગર, યુવરાજસિંહ ઝાલા, ધમેન્દ્રસિંહ એમ. જાડેજા, ભયપાલસિંહ જાડેજા, સુમીતભાઈ શિયાળ, અજયભાઈ વિરડા, કિશોરભાઈ પરમાર, મયુરસિંહ પરમાર, રૂષિરાજસિંહ વાળા, દયારામ ત્રિવેદી, ભારતીબેન ડાંગર, બીજલભાઈ બાલાસરા, બળવંતસિંહ પરમાર, સુરેશભાઈ માલકિયા સહિતના પોલીસકર્મીઓ જોડાયા હતા. આ ધરપકડથી લાંબા સમયથી ફરાર આરોપીને કાયદાના સકંજામાં લાવવામાં સફળતા મળી છે.
(5:30 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
