તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 17th June 2025
ખંભાળીયામાં વિજ વાયર વરસાદ વચ્ચે તુટી તણખા ઝરતા તંત્ર દોડયું!!

ખંભાળીયા તા. ૧૭: ગઇકાલે રાત્રે વરસાદી વાતાવરણ વચ્ચે અહીં રામનાથ સોસાયટી વિસ્તારમાં આવેલ ધર્મબાગ-એસ.એન.ડી.ટી. સોસાયટીમાં એક આસામીનો સર્વિસ વાયર તુટીને નીચે પડતા તથા તેમાં શોકસર્કીટના તણખા નીકળવા લાગતા લોકોમાં ભય ફેલાયો હતો. બનાવની જાણ થતાં આ વિસ્તારના લોહાણા યુવા અગ્રણી ચીરાગભાઇ દત્તાણીએ પી.જી.વી.સી.એલ. તંત્રને જાણ કરતા ઇજનેરશ્રી રોનક પટેલ તથા લાઇન ઇન્સ્પેકટર અનિલ વાટીયા દ્વારા આ વિસ્તારનો વીજ પુરવઠો તુરત જ બંધ કરી દઇ સમય સુચકતા વાપરતા મોટો અકસ્માત થતાં રહી ગયો હતો.
જીવંત વીજ વાયર પાણી સાથે અડતા મોટા વિસ્તારમાં વીજ કરંટ ફેલાતા મોટી દુર્ઘટના બની હોત જેનો બચાવ થયો.
(1:30 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
