તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 17th June 2025
દેવભુમી દ્વારકા જીલ્લામાં ર દિવસથી વરસાદ પડતા ખેડુતો દ્વારા વાવણીની તૈયારી
મેઘાવી માહોલ સર્જાતા લોકોને કાળઝાળ ગરમીમાંથી રાહત મળી

(કોૈશલ સવજાણી દ્વારા) ખંભાળીયા તા.૧૭: દેવભુમી દ્વારકા જીલ્લામાં સતત બે દિવસથી વરસાદી વાતાવરણ તથા આગલા દિવસે ખંભાળીયા તથા ભાણવડ પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં ૩/૪ ઇંચ જેટલો ભારે વરસાદ પડયા પછી ગઇકાલે હવામાન ખાતાની આગાહી વચ્ચે દ્વારકા જીલ્લામાં સવાથી અઢી ઇંચ જેટલો વરસાદ શહેરી વિસ્તારમાં પણ પડતા તથા અનેક સ્થળે સતત બીજા દિવસે પણ વરસાદ પડતા તથા હાલ વરસાદી વાતાવરણ અને આગાહી વચ્ચે વાવણી લાયક વરસાદ પડી જતાં ખેડુતો દ્વારા અનેક ગામોમાં વાવણીની તૈયારીઓ પણ શરૂ કરવામાં આવી છે.
ગઇકાલે રાત્રે પડેલા વરસાદમાં ખંભાળિયામાં સોૈથી ઓછો સવાઇંચ વરસાદ પડયો છે. ભાણવડમાં બે ઇંચ દ્વારકામાં બે ઇંચ તથા કલ્યાણપુરમાં અઢી ઇંચ વરસાદ પડયો છે. ખંભાળીયા, સલાયા, બારા, પટોઢીયા, સોડસવા ગેઇજ જેવા દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ વરસાદ પડતા લોકોએ કાળઝાળ ગરમીમાંથી રાહત મેળવી હતી
(1:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
