તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 17th June 2025
બાબરાનાં નાની કુંડળ પાસે કોઝવેમાં કાર તણાઇ : ર યુવક અને બાળક કાચ તોડીને બોનેટ ઉપર બેસી રહ્યા
પોલીસ ટીમ અને ૧૦૮ એમ્બ્યુલન્સની ટીમે રેસ્કયુ કરીને ત્રણેયને બચાવી લીધા

અમરેલી, તા. ૧૭ : અષાઢ મહિનાના આગમન પૂર્વે જ આકાશમાં છવાયેલા મેઘાવી માહોલને કારણે સોમવારથી સૌરાષ્ટ્રનાં અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસતા ચારેબાજુ જળબંબાકારની સ્થિતિ જોવા મળી હતી. ત્યારે બાબરાના નાની કુંડળ ગામે કોઝવેમાં કાર ફસાઇ ગયેલી કાર તણાઇ ગઇ હતી. કારમાં ૨ યુવકો અને ૧ બાળક સવાર હતા. જોકે મોડી રાત્રે રેસ્કયૂ કરી ત્રણેય સભ્યોને બચાવી લેવામાં આવ્યા હતા. તો બીજી તરફ તો રાજુલા તાલુકાના ઉટિયાથી રાજપરડા વચ્ચે પણ વહેલી સવારે બ્રિજ પર કાર તણાઇ હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર અમરેલીના બાબરા પંથકમાં અનરાધાર વરસાદના લીધે નાની કુંડળ ગામે કોઝવે પર કાર ફસાઇ ગયા બાદ તણાઇ ગઇ હતી. કારમાં બે યુવકો અને એક બાળક સવાર હતા. કોઝવે પરથી પસાર થતાં સમયે પાણીનો પ્રવાહ અચાનક વધી જતાં બંને યુવકોના જીવ અદ્ધર થઈ ગયા હતા. બાદમાં કારનો કાચ તોડી બોનટ પર બેસી ગયા હતા. પોલીસના જવાનો અને ૧૦૮ની ટીમે દોરડા બાંધીને રેસ્કયૂ ઓપરેશન ચલાવ્યું અને ત્રણેયને બચાવી લીધા હતા.
બીજી તરફ રાજુલામાં બ્રિજ પર ભૂવો પડવાના કારણે કાર તણાઇ હતી. એક વ્યક્તિનો મળતદેહ મળી આવતા TDO સહિતના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. JCB ની મદદથી કાર બહાર કાઢવામાં આવી હતી.
બોટાદમાં લાઠીદડ ગામ પાસે એક ઈકો કાર તણાઇ ગઈ હતી. કારમાં ૮ લોકો સવાર હતા જેમાં બેને બચાવી લેવાયા છે જ્યારે ૬ લોકો હજુ ગુમ છે. મોડી રાતથી જ તેમને શોધવા માટે કામગીરી ચાલી રહી છે.
(1:21 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
