<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 17th June 2025

મોરબીમાં ૨૪ કલાકમાં પાંચ ઈંચ જેટલો વરસાદ ખાબકયો

(પ્રવિણ વ્‍યાસ દ્વારા) મોરબીઃ તા ૧૭,ગઈકાલે સવારથી ભાવનગર અને અમરેલી જિલ્લામાં મેઘતાંડવ શરૂ થયા બાદ ધીમેધીમે સૌરાષ્‍ટ્ર - કચ્‍છમાં મેઘાવી માહોલ જામ્‍યો હતો જેમાં રાત્રીના આઠ વાગ્‍યા બાદ મેઘરાજા મોરબી જિલ્લામાં મનમૂકીને વરસતા સીઝનના પ્રથમ વરસાદમાં જ મોરબીમાં ૧૨૪ મીમી, ટંકારામાં ૧૦૦ મીમી, હળવદમાં ૮૯ મીમી, વાંકાનેરમાં ૫૭ મીમી અને માળીયા મિયાણામાં ૪૬ મીમી વરસાદ વરસ્‍યો હતો. ચોમાસાના પ્રારંભે જ જિલ્લામાં પોણા બે ઇંચથી લઈ પાંચ ઈંચ સુધી વરસાદ વરસતા વાવણી લાયક વરસાદથી ખેડૂતો ખુશખુશાલ બન્‍યા છે.

(1:51 PM IST)