<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 17th June 2025

વિજયભાઇની ખોટ કયારેય નહી પુરાયઃ ગુજરાતના વિકાસમાં અમુલ્‍ય યોગદાનઃ ડોલરભાઇ કોટેચા

ખેતી બેન્‍ક પરિવાર દ્વારા પૂર્વ મુખ્‍યમંત્રીને શ્રધ્‍ધાંજલી અર્પણ

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ, તા. ૧૭: ગુજરાતના પ્રજાપ્રિય નેતા, સાદગી અને સેવાની મૂર્તિ એવા પૂર્વ મુખ્‍યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના અવસાનથી સમગ્ર ખેતી બેંક પરિવાર શોકમગ્ન છે. રાજ્‍યના વિકાસ અને સહકાર ક્ષેત્રે તેમનું યોગદાન અમૂલ્‍ય રહ્યું છે.

ગુજરાતની જનતાની અનન્‍ય સેવા કરી વિકસિત ગુજરાતના લક્ષ્યને સાકાર કરનાર એક જાગળત મુખ્‍યમંત્રી તરીકે તરીકે વિજયભાઈની ખોટ કયારેય પૂર્ણ ન થઈ શકે. સંઘ અને સંગઠન સાથે રહી ગુજરાતની વિકાસ સફરમાં તેઓનું યોગદાન અમૂલ્‍ય રહ્યું છે.

લોકશાહીને જીવંત રાખવા કટોકટી સમયે બાર-બાર માસ જેલવાસ પણ ભોગવેલો, પુજીત રૂપાણી મેમોરીયલ ટ્રસ્‍ટના માધ્‍યમથી કચરો વિણતા બાળકોના કલ્‍યાણમાં પણ તેઓ નિમિત્ત બન્‍યા છે એવા એકદમ સીધા સાદા, નિરાભિમાની, નિઃસ્‍વાર્થ, મૂલ્‍યનિષ્ઠ રાજનીતિને વરેલા એવા શ્રી વિજયભાઈને ખેતી બેંકના ચેરમેન શ્રી ડોલર કોટેચા તથા ખેતી બેંક પરિવાર તરફથી વિજયભાઈને હ્રદયપૂર્વક શ્રદ્ધાંજલિ અર્પિત કરવામાં આવે છે.

પ્રભુ તેમને ચિરશાંતિ આપે અને પરિવારજનોને આ દુઃખ સહન કરવાની શક્‍તિ આપે તેવી પ્રાર્થના. તેમ અંતમાં ડોલરભાઇ કોટેચાએ જણાવ્‍યું છે.

(1:19 PM IST)