<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 17th June 2025

મોરબી જિલ્લામાં બે દિવસમાં કોરોનાના વધુ ત્રણ કેસ

નવી લહેરમાં કુલ ૧૯ કેસ ૧૦ રિકવર થતા ૯ એક્‍ટિવ

મોરબી તા. ૧૭: મોરબી જિલ્લામાં કોરોનાના નવા કેસો આવવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. છેલ્લા બે દિવસમાં કોરોનાના નવા ત્રણ કેસ સામે આવ્‍યા છે.

મોરબી જિલ્લામાં કોરોનાના નવા કેસો નોંધાઈ રહ્યા છે. જો કે રાહતની વાત એ છે કે સામે રિકવરી રેટ પણ સારો છે. નવી લહેરમાં અત્‍યાર સુધીમાં જિલ્લામાં કુલ ૧૯ કેસો સામે આવ્‍યા છે. જેમાંથી ૧૦ દર્દીઓ રિકવર થઈ ગયા છે. જેથી હવે જિલ્લામાં કોરોનાના ૯ કેસો જ એક્‍ટિવ છે. તેમ આરોગ્‍ય વિભાગ દ્વારા જણાવાયું છે. 

(1:50 PM IST)