<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 17th June 2025

સવારથી સુરેન્દ્રનગર જિલ્લામાં ધોધમાર વરસાદ : ધોળીધજા ડેમ ઓવરફ્લો : નાયકા ડેમના ત્રણ દરવાજા બે ફૂટ ખોલાયા

નીચાણવાળા વિસ્તારોમાં આવતા ગામોના લોકોને અવર-જવર ન કરવા અને સાવચેત રહેવા તાકીદ

સુરેન્દ્રનગર ધોધમાર વરસાદ વરસ્યો છે. ભારે વરસાદને પગલે સુરેન્દ્રનગર જિલ્લાના મુળી તાલુકાના નાયકા ડેમના ત્રણ દરવાજા બે ફૂટ ખોલવામાં આવ્યા છે. જેથી ડેમના નીચાણવાળા વિસ્તારોમાં આવતા ગૌતમગઢ, કૂકડા, ગોદાવરી, શેખપર, ખમીસણા ગામના લોકોને નદીના પટમાં અવર-જવર ન કરવા તથા સાવચેત રહેવા તાકીદ કરવામાં આવે છે.

ધોળીધજા ડેમના સેક્શન ઓફિસરે જણાવ્યા પ્રમાણે, સુરેન્દ્રનગર જિલ્લાનો ધોળીધજા ડેમ 0.05 ફૂટના લેવલથી ઓવરફ્લો થયો છે. જેથી ડેમના નીચાણવાળા વિસ્તારોમાં આવતા ભડીયાદ, જોરાવરનગર, ખમીસણા, નાના કેરાળા, રતનપર, સાંકળી, વઢવાણ, સુરેન્દ્રનગર, શિયાણી, નટવરગઢ, દોલતપર સહિતના નીચાણવાળા વિસ્તારોમાં આવતા ગામોના લોકોને અવર-જવર ન કરવા અને સાવચેત રહેવા તાકીદ કરવામાં આવે છે.

મહત્ત્વનું છે કે, ગુજરાતમાં ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે. ગઈકાલે સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ધોધમાર વરસસાદ વરસ્યો છે. વરસાદ પડતા લોકો ભારે હાલાકીમાં મુકાયા છે. ધંધા-રોજગાર પર જતા લોકોને ભારે અગવડતા પડી છે.

ગઈકાલે કયા તાલુકામાં કેટલો વરસાદ પડ્યો…

  • ચોટીલા તાલુકામાં 6.2 ઈંચ વરસાદ
  • ચુડા તાલુકામાં 3.9 ઈંચ વરસાદ
  • સાયલા તાલુકામાં 3.9 ઈંચ વરસાદ
  • થાનગઢ તાલુકામાં 3.7 ઈંચ વરસાદ
  • મૂળી તાલુકામાં 3.6 ઈંચ વરસાદ
  • વઢવાણ તાલુકામાં 1.7 ઈંચ વરસાદ

આજે સવારે 6થી 10 વાગ્યા સુધીમાં કેટલો વરસાદ થયો તે જાણો…

  • થાનગઢ તાલુકામાં 1.18 ઈંચ વરસાદ
  • મૂળી તાલુકામાં 1.14 ઈંચ વરસાદ
  • ચોટીલા તાલુકામાં 0.83 ઈંચ વરસાદ
  • સાયલા તાલુકામાં 0.79 ઈંચ વરસાદ
  • વઢવાણ તાલુકામાં 0.75 ઈંચ વરસાદ
  • લખતર તાલુકામાં 0.55 ઈંચ વરસાદ
  • લીંબડી તાલુકામાં 0.43 ઈંચ વરસાદ
  • ચુડા તાલુકામાં 0.35 ઈંચ વરસાદ
  • ધ્રાંગધ્રા તાલુકામાં 0.12 ઈંચ વરસાદ

(11:54 AM IST)