તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 17th June 2025
ગોંડલમાં જૂગારના હાટડા ઉપર રૂરલ એલસીબીનો દરોડોઃ ૬ શખ્સો પકડાયા
વિપુલ ગજેરા તેના મકામાં જૂગાર રમાતો'તોઃ ૧.ર૯ લાખનો મુદામાલ કબ્જે

તસ્વીરમાં જૂગાર રમતા પકડાયેલ શખ્સો નજરે પડે છે.
રાજકોટ તા.૧૭ :.. ગોંડલ માં માલધારી હોટલ પાછળ મુરલીધર સોસાયટીમાં મકાનમાં જુગારીઓને જુગાર રમતા કુલ રૂ.૧,૨૯,૫૦૦ ના મુદ્દામાલ સાથે એલસીબી પોલીસે જડપી લઇ કાર્યવાહી હાથ ધરી હતી.
એલ.સી.બી શાખાના પો.ઈન્સ. વી.વી.ઓડેદરાનાં માર્ગદર્શન હેઠળ એલ.સી.બી શાખાના પો.સબ.ઇન્સ. એચ.સી.ગોહીલ સ્ટાફના ઇન્દ્રસિહ જાડેજા, જયવિરસિંહ રાણા,બાલકળષ્ણ ત્રિવેદી, અનિલભાઇ ગુજરાતી સહિત પેટ્રોલીંગ માં હતા તે દરમ્યાન મળેલ હકિકત નાં આધારે ગોંડલ નેશનલ હાઇવે માલધારી હોટલ પાછળ મુરલીધર સોસાયટી માં વિપુલ જમનભાઇ ગજેરા ના ભાડાના રહેણાંક મકાન માં જુગાર રમી રહેલા વિપુલ જમનભાઇ ગજેરા રહે. ગોંડલ નેશનલ હાઇવે માલધારી હોટલ પાછળ મુરલીધર સોસાયટી ખોડાભાઇ સાવલીયા ના મકાનમાં ભાડે થી મૂળ. ગામ.ચોકલી તા. જી. જૂનાગઢ, નિલેશ ભોગીભાઈ બોરિયા રહે. ગોંડલ પરાગ જેન્તીભાઇ ગજેરા રહે. રામોદ, વિવેક વિજયભાઇ અપારનાથી રહે. રામોદ હરેશભાઈ જેરામભાઈ ઠુંમ્મર રહે.ચરખડી તથા મેહુલ ઉર્ફે ઘુસો જેરામભાઈ ઠુંમ્મર રહે. ચરખડી વાળાને રોકડા રૂ.૪૯,૦૦૦ મોબાઇલ ફોન નંગ-૦૬ કિ.રૂ.૩૦,૫૦૦ તથા બે વાહન કિ.રૂ.૫૦,૦૦૦
સહિત નાં મુદ્દામાલ સાથે જડપી લઇ કાર્યવાહી હાથ ધરી હતી.
આ કાર્યવાહી રાજકોટ ગ્રામ્ય એલસીબી ના હેડ કો. ભગીરથસિંહ જાડેજા, મનોજભાઇ બાયલ, મહીપાલસિંહ ચુડાસમા તથા દિલીપસિંહ જાડેજા દ્વારા કરવામાં આવેલ છે.
(11:53 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
