<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 17th June 2025

વાંકાનેરમાં રાત્રે અઢી ઇંચ સવારે પણ ધીમીધારે વરસાદ

(મહમદ રાઠોડ દ્વારા) વાંકાનેર, તા.૧૭: વાંકાનેર અને તાલુકાભરમાં બે દિવસથી મેધકૃપા યથાવત રહી છે. વાંકાનેર માં ગઇકાલે ૫૬ મી.મી. જયારે ગત રાત્રે વધુ અઢી ઇંચ વરસાદ વરસતા કુલ ચાર ઇંચ વરસાદ વરસી જતા, વાંકાનેરની મચ્‍છુ અને પતાળીયા નદીમાં નીર વહેતા થયા છે. આજે સવારે પણ મેઘકૃપા યથાવત જોવા મળી રહી છે.

વાંકાનેરના મહિકા ગામ નજીક એક વાછરડું તથા પાડો વિજળી પડતા મરણ પામેલ છે. શહેરના નવા બસ સ્‍ટેશન પાસેના ભૂગર્ભગટરના ખાડામાં એસટીની બસ ઘૂસી  જતાં થોડી વાર ટ્રાફિક જામ થયો હતો. 

(1:49 PM IST)