તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 17th June 2025
પાલિતાણાનો શેત્રુજી ડેમ 80 ટકા ભરાતા બપોરે ગેટ ખોલાશે: 17 ગામના લોકોને સાવચેત કરાયા
બપોરે એકથી બે વાગ્યા સુધીમાં સંભાવના છે કે 100% ભરાઈ જશે. તેથી લગભગ એકથી દોઢ વાગ્યે એના ગેટ ખોલવામાં આવશે.

ભાવનગર જિલ્લામાં છેવટ છેલ્લા 24 કલાક દરમિયાન વરસેલા ભારે વરસાદને કારણે શેત્રુંજી ડેમનો જળસ્તર વધતા આજે 17 જૂન 2025ના રોજ બપોરે 1થી 2 વાગ્યાની વચ્ચે એના અમુક ગેટ ખોલવામાં આવશે.આથી જિલ્લા કલેકટર ડૉ. મનીષ કુમાર બંસલ દ્વારા અસરગ્રસ્ત ગામોમાં પાલિતાણા તાલુકાના 5 અને તળાજાના 12 ગામોના તમામ લોકોને સાવચેતી રાખવા માટે જણાવવામાં આવ્યું છે. તેમજ સલામત સ્થળે જવા માટે જણાવવામાં આવ્યું છે.
ભાવનગરના કલેક્ટર ડૉ. મનીષ કુમાર બંસલે જણાવ્યું છેકે, ભાવનગર જિલ્લાનો શેત્રુંજી ડેમ છે તે 80% ભરાઈ ગયો છે અને આજે એટલે કે 17 તારીખે બપોરે એકથી બે વાગ્યા સુધીમાં સંભાવના છે કે 100% ભરાઈ જશે. તેથી લગભગ એકથી દોઢ વાગ્યે એના ગેટ ખોલવામાં આવશે. તો આ શેતરુંજી ડેમ પાસેના જે નીચાણવાળા જે ગામો છે. એમાં પાલીતાણાના પાંચ ગામો છે અને તળાજા તાલુકાના 12 ગામો છે. એટલે ટોટલ 17 ગામો છે.
તમામ લોકોને મારી વિનંતી છે કે 1 વાગ્યાથી પહેલા પહેલા જો તમે આ ગામોમાં નીચાણવાળા વિસ્તારમાં હોવ તો તાત્કાલિક ઉંચાણવાળા વિસ્તારમાં સ્થળાંતરિત થવાનું છે. પ્રશાસન વહીવટી તંત્ર પણ તમારો સહયોગ કરશે. અમે લોકો એસડીએમ મામલદાર ટીડીઓ અને તલાટી મારફતે પણ સૂચના મોકલી રહ્યા છે, પરંતુ આ મેસેજ મળતાની સાથે તમે આજે 17 તારીખે 1 વાગ્યાની પહેલા આ જે 17 ગામો છે વિશેષ રૂપે તળાજાના 12 અને પાલીતાણાના પાંચ એમાં તમે જો ઉંચાણવાળા વિસ્તાર છે ગામના ત્યાં જતા રહેજો.
(1:53 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
