તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 17th June 2025
બગસરામાં પાર્ક કરેલી વેગેનાર કાર ભડ ભડ સળગી
પાર્ક કરીને ખરીદી કરવા ગયેલા કારની બાજુમાં રહેલ ભાર રીક્ષાને પણ નૂકસાન

(સમીર વીરાણી દ્વારા) બગસરા, તા.૧૭: કુંકાવાવ નાકા પાસે પાર્ક કરેલી વેગેનાર કાર શોર્ટ સર્કિટ થતા અચાનક ગાડીમાં આગ લાગવાથી ભડ ભડ સળગી ઊઠી હતી, વાહન ચાલક પોતાની ગાડીને પાર્ક કરી ખરીદી કરવા ગયેલા હતા ત્યારે અચાનક શોર્ટ સર્કિટ થતા સળગી ઊઠી હતી જ્યારે આ કારની બાજુમાં ભાર રીક્ષા પણ પાર્ક કરેલી હતી જ્યારે આ ગાડીમાં આગ લાગવાથી આ રીક્ષા ને પણ નુકસાન થયું હતું પરંતુ આ રીક્ષાના માલિકે પોતાના જીવના જોખમે પોતાની રીક્ષા બચાવી લીધી હતી. આ કારની બાજુમાં રહેણાંક વિસ્તાર પણ આવેલો હતો, પરંતુ અહીંના લોકોને પણ કોઈ પણ પ્રકારનું નુકસાન થયેલું ન હતું જ્યારે આ બાબતની જાણ બગસરા પોલીસ સ્ટેશન તેમજ નગરપાલિકામાં થતા પોલીસ સ્ટાફ તેમજ ફાયર ફાઈટર ઘટના સ્થળે પહોંચી ગયેલો હતું અને આગને કાબુમાં લીધી હતી
(11:25 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
