News of Tuesday, 17th June 2025
ગોંડલના જાહેરમાર્ગ પર વિજપોલ પર વેલનો જમાવડો

(જીતેન્દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ, તા.૧૭: નાની બજારમાં સવારથી રાત સુધી લોકોની ભારે ભીડ રહેતી હોય છે. નાનીબજારમાં અનેક લોકોના રહેઠાણ પણ આવેલા છે. ત્યારે બજાર વચ્ચે જ વિજપોલ પર ઘોર બેદકારી જોવા મળી રહી હોય તેમ વિજપોલ પર જંગલ ઉભું થયું હોય તેવો ઘાટ સર્જાયો છે. અહીં વેલનો ઘેરો વળતા વિજપોલ ઢંકાઇ ગયો છે. વારંવાર વીજકાપ મુકી પ્રિમોન્સુનની ગુલબાંગો ફેંકતા પીજીવીસીએલ તંત્રને વળક્ષની ડાળીઓ કે વેલથી ઢબુરાયેલો વિજપોલ નજરે નહી પડતો હોય તેવા સવાલો ઉઠી રહ્મા છે. અહી શોર્ટસર્કિટ સાથે અકસ્માત થવાની પુરી દહેશત નજરે પડી રહી છે.
(11:22 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
