<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 17th June 2025

આટકોટ ગ્રામ્‍ય વિસ્‍તારોમાં ધોધમાર પાંચ ઈંચ

 

આટકોટ, વીરનગર જંગવડ પાંચવડા જીવાપર ચિતલીયા સહિત વિસ્‍તારોમાં ધોધમાર પાંચ ઈંચ વરસાદ થતાં નદી નાળાં છલકાઈ ગયા આટકોટ ભાદર નદીનો કોઝવે પાણીમાં ગરક થયો લોકોની અવરજવર બંધ કરવી પડી હતી પુર આવતાં કોઝવે પર અવર જવર બંધ થય ભાદર નદી ખારી નદી લીડકડી સહિત નદીઓ છલકાઈ ગયા આટકોટ જસદણ ફોર લાઈન હાઈવે પર પાણી ભરાઈ જતાં લોકોને મુશ્‍કેલીનો સામનો કરવો પડ્‍યો આટકોટ જસદણ રોડ પર નીચાણવાળા વિસ્‍તારોમાં પાણી ભરાઈ ગયા હતા. ખાલી પડેલા નદી ચેકડેમ રાતોરાત મેધરાજાએ ભરી દીધાં ખેડૂતોમાં આનંદની લાગણી ફેલાઈ ગઈ ચોમાસાની પ્રથમ સિઝનમાં ધોધમાર વરસાદ થયો હતો. (તસ્‍વીરઃ કરશન બામટા)

(11:19 AM IST)