<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 17th June 2025

સૌરાષ્ટ્રમાં મેઘરાજા અનરાધાર વરસ્યા: સવાર સુધીમાં ભાવનગર જિલ્લાના ગઢડામાં પોણા ૧૪ ઇંચ અને પાલીતાણામાં સાડા ૧૨ ઇંચ વરસાદ પડ્યો

રાજકોટમાં રાત આખી વરસાદ પડ્યો: સવારે ૬ સુધીમાં છ કલાકમાં દોઢથી બે ઇંચ વરસાદ પડી ગયો: સવારે પણ ધીમીધારે ચાલુ

સૌરાષ્ટ્ર ઉપર અનરાધાર મેઘ મહેર: આજે સવારે છ વાગ્યે પુરા થતા ૨૪ કલાક દરમિયાન ભાવનગર જિલ્લાના ગઢડામાં પોણા ચૌદ ઇંચ, પાલીતાણામાં સાડા બાર ઇંચ, સિહોરમાં પોણા બાર ઇંચ, ભાવનગરના જેસરમાં લગભગ ૧૧ ઇંચ, ઉમરાળામાં સાડા દસ ઇંચ, સાવરકુંડલામાં સવા દસ ઇંચ વરસાદ ખાબકયો છે.

 

જ્યારે બોટાદ ૯.૮૮, ભાવનગરના મહુવા ૯.૭૬, અમરેલીના રાજુલા ૭.૭૨, અમરેલી ૬.૮૮, અમરેલીના લાઠી ૬.૭૬, ભાવનગરના વલભીપુર ૬.૪, તળાજા ૬ ઇંચ,  ગારીયાધાર ૬, સુરેન્દ્રનગરના ચોટીલા પંથકમાં ૫.૯૨, રાજકોટના વીંછીયા ૫.૫૨, ભરૂચના હાંસોટ ખાતે ૫.૭૨, મોરબી ૪.૮૪, અમરેલીના બાબરા પંથકમાં ૪.૬ અને ખાંભામાં ૪.૭૨ ઇંચ જેવો સાંબેલાધારે વરસાદ તૂટી પડ્યો હતો. 

 

 

રાજકોટમાં રાત્રે ૧૨ વાગ્યાથી સવારે ૬ સુધીમાં રોગથી બે ઇંચ વરસાદ પડી ગયો જ્યારે સીઝનનો વરસાદ લગભગ પાંચ ઇંચ થી વધી ગયો છે. રાજકોટમાં રાત આખી વરસાદ વરસ્યો છે અને સવારે ૮ વાગ્યે પણ ધીમીધારે વરસાદ ચાલુ છે

(9:27 AM IST)