તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 16th June 2025
જામનગર મનપાની વેરા વસુલાત ઝુંબેશ :GIDC માં 6 અસામીઓએ સ્થળ પર વેરો ભરી દીધો : 5 અસામીઓની મિલ્કતોને સીલિંગ કરાઈ
કાર્યવાહી દરમિયાન ફરજમાં રુકાવટ બદલ એક આસામી સામે પોલીસ ફરિયાદ દાખલ કરાઈ

( મુકુંદ બદીયાણી દ્વારા ) જામનગર : જામનગર મનપા દ્વારા વેરા વસુલાત ઝુંબેશ અંતર્ગત જીઆઈડીસીમાં વેરા વસુલાત કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી
જામનગર મહાનગરપાલિકા દ્વારા. કમિશનરની સુચનાથી ના. કમિશનરના માર્ગદર્શન હેઠળ આસિસ્ટન્ટ કમિશનર(ટે.), ટેક્સ ઓફિસર ઓફિસ સુપ્રિટેન્ડન્સ આસી. ટેક્સ ઓફિસર તથા ટેક્સ ઇન્સ્પેક્ટરઓ દ્વારા આજરોજ જીઆઇડીસી ફેસ 2 & 3 વિસ્તારમાં બાકી રોકાતી મિલકત વેરાની રકમ વસુલાત કરવા સ્થળ ઉપર જતા 6 આસામીઓ દ્વારા સ્થળ ઉપર બાકી નીકળતો ટેક્સ ભાઈ કરી આપેલ છે 5 આસામીઓની મિલકતોને સીલીંગ કરવામાં આવેલ તેમજ ફરજમાં રૂકાવટ કરવા બદલ એક આસામી સામે પોલીસ ફરિયાદ કરવામાં આવેલ હતી
(10:41 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
